World Cup 2019: કપિલ દેવને આશા, પાકિસ્તાનને ફરી પરાજય આપશે ભારત
ભારતને 1983માં વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ જીતની દાવેદાર છે. તેમણે કહ્યું કે, પહેલા તેમના સમયમાં પાકિસ્તાનની ટીમ વધુ મજબૂત હતી પરંતુ આજે તેમ નથી.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન કપિલ દેવે બુધવારે અહીં કહ્યું કે, આઈસીસી વિશ્વ કપમાં ભારત ઘણું સારૂ પ્રદર્શન કરી રહ્યું છે અને વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ આ ટૂર્નામેન્ટમાં પોતાનો 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખવામાં સફળ રહેશે. વિશ્વકપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ક્યારેય હારી નથી. બંન્ને ટીમ વિશ્વ કપમાં અત્યાર સુધી 6 વખત આમને-સામને થઈ છે અને દર વખતે ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને પરાજય આપ્યો છે.
ફેન્ટસી ગેમ 'અપને 11'ના લોન્ચ માટે અહીં પહોંચેલા કપિલને જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આશા વ્યક્ત કરી કે ભારત પોતાના વિજય અભિયાનને જાળવી રાખશે અને આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને સાતમી વખત પરાજય આપશે.
ભારતની 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટને કહ્યું, 'અમે ઈચ્છીશું કે આ ટીમ પોતાની ક્ષમતા પર રમે. મને તેમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમ આ મેચ જીતશે, આપણે જરૂર જીતીશું કારણ કે આ ટીમ સારૂ ક્રિકેટ રમી રહી છે. તેમણે કહ્યું, તેમના જમાનામાં પાકિસ્તાનની ટીમ ભારત કરતા મજબૂત હતી પરંતુ હવે ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે.'
હવે પાક તરતા ઘણું સારુ છે ભારત
કપિલે કહ્યું, 'પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ જીતની દાવેદાર છે. અમારા સમયમાં પાકિસ્તાનની ટીમ વધુ મજબૂત હતી. આજે ભારતીય ટીમ સારૂ રમી રહી છે અને ટોપ પર છે. આશા રાખીએ કે ટીમ પોતાની રમતને આમ જાળવી રાખે.' તેમણે કહ્યું, 'છેલ્લા 10 વર્ષમાં આપણી રમતમાં ઘણો સુધાર થયો છે, ફીલ્ડિંગ, વિકેટો વચ્ચે દોડ લગાવવી અને ફાસ્ટ બોલર દરેક વિભાગમાં અમારૂ પ્રદર્શન સારૂ રહ્યું છે.'
વર્લ્ડ કપમાં ભારતીય ટીમના દમદાર પ્રારંભથી કપિલ ઘણો પ્રભાવિત છે અને તેને આશા છે કે ટીમ છેલ્લે સુધી આ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું, પ્રથમ બે મેચોમાં ભારતના પ્રદર્શનથી ખુશ છું. આપણે સારી રીતે પ્રારંભ કર્યો. આશા કરીએ કે આમ રમતા રહે, બસ વરસાદ પરેશાન ન કરે.
ધવનની જગ્યા લેનાર સારૂ હશે
અંગૂટામાં ફ્રેક્ચરને કારણે લયમાં ચાલી રહેલા શિખર ધવન ટીમમાંથી બહાર થાય તેવી સંભાવના છે જેથી ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. તેના પર કપિલે કહ્યું, ધવનનું સ્થાન લેનાર ખેલાડી સારૂ પ્રદર્શન કરશે. કપિલે કહ્યું, 'હું ક્યારેય નેગેટિવ વિચારતો નથી અને કોઈએ વિચારવું ન જોઈએ કે કોઈ ખેલાડી નથી તો આપણે સારૂ પ્રદર્શન ન કરી શકીએ, શું ખબર જે ખેલાડી આવશે તે પણ સારૂ પ્રદર્શન કરે. પોઝિટિવ વિચારો.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે