પ્રેક્ટિસ મેચ પહેલા પિચ અને આઉટફીલ્ડની ખરાબ સ્થિતિથી નારાજ થઈ ભારતીય ટીમ
ઈંગ્લેન્ડમાં અત્યારે ગરમીની સીઝન છે અને ટેસ્ટ શ્રેણી દરમિયાન આવી ઘાસવાળી પિચ મળવાની સંભાવના ઓછી છે.
ચેમ્સફોર્ડઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી પહેલા પિચ અને આઉટફીલ્ડની ખરાબ સ્થિતિથી નારાજ ભારતીય ટીમે એસેક્સ કાઉન્ટી ટીમ વિરુદ્ધ ચાર દિવસીય પ્રેક્ટિસ મેચને ત્રણ દિવસનો કરી દીધો. એસેક્સ કાઉન્ટીના પ્રતિનિધિએ કહ્યું, ભારતીય ટીમ પ્રેક્ટિસ સત્રમાં મળેલી સુવિધાઓથી ખુશ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ખરાબ આઉટફીલ્ડને કારણે મેચ ત્રણ દિવસનો કરી દેવામાં આવ્યો છે તો તેણે કોઇ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી. કાઉન્ટીએ નિવેદન જારી કરીને કહ્યું, એસેક્સ ક્રિકેટ અને ઈંગ્લન્ડ તથા વેલ્સ ક્રકેટ બોર્ડ બીસીસીઆઈ મેનેજમેન્ટની વિનંતી પર રાજી થયો કે એસેક્સ અને ભારત વચ્ચે અભ્યાસ મેચ હવે ત્રણ દિવસનો હશે.
ભારતીય ટીમે તે નિર્ણય મંગળવારે બપોરે પ્રેક્ટિસ સત્ર બાદ પિચની સ્થિતિને જોઈને કર્યો. મેચના દિવસ ઘટાડવા પર કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. પિચ પર જરૂરીયાત કરતા વધુ ઘાસ અને આઉટફીલ્ડમાં ઘાસની કમીના મુદ્દે ભારતીય કોચ રવિ શાસ્ત્રી સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરતા દેખાયા. આઉટફીલ્ડમાં ઘાસની કમીથી ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે. ઈંગ્લેન્ડમાં અત્યારે ગરમીની સીઝન છે અને ટેસ્ટ શ્રેણી દરમિયાન આવી ઘાસવાળી પિચ મળવાની સંભાવના ઓછી છે. સહાયક કોચ સંજય બાંગર અને બોલિંગ કોચ ભરત અરૂણ અને ટીમના સહયોગી સ્ટાફને મેદાન પરની સ્થિતિ જોયા બાદ મેદાનકર્મિઓની સાથે વાત કરતા દેખાયા. આ મેચને પ્રથમ શ્રેણીની મેચનો દરજ્જો પ્રાપ્ત નથી તેવામાં તે નક્કી છે કે ભારતીય ટીમ તમામ 18 ખેલાડીઓને તક આપશે.
પ્રેક્ટિસ સત્ર બાદ વરિષ્ઠ મેદાનકર્મિએ ખાનગી રાખવાની શરતે જણાવ્યું, ભારતીય ટીમ મેનેજમેન્ટની તમામ માંગોને માની લેવામાં આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જે માંગોને માનવામાં આવી છે તેમાં પિચ પરથી ઘાસ હટાવવાનું પણ સામેલ છે તો તેમણે કહ્યું, ભારતીય ટીમ મેનેજમેન્ટની માંગોને માનવા માટે અમે જરૂરીયાતથી વધુ સમજુતી કરી છે. આ નિરાશાજનક છે કારણ કે અમે ચોથો દિવસ (શનિવાર)ની ટિકિટ પણ વેંચી છે.
નેટની પિચ પૂર્ણ રીતે સપાટ હોવા પર વ્યક્ત કરી નારાજગી
ભારતીય ટીમની એક નારાજગી તે વાત પર હતી કે નેટની પિચ સપાટ છે જેના પર ઘાસ નથી જ્યારે મેચની પિચ પર જરૂરીયાત કરતા વધારે ઘાસ છે. કોચ સાથે વાતચીત બાદ મેદાનકર્મિઓએ મેચમાં ઉપયોગ થનારી પિચની પાસે બીજી પિચમાંથી ઘાસ ઓછું કર્યું ત્યારબાદ ટીમે તેના પર પ્રેક્ટિસ કરી. આ ફેરફાર બાદ ટીમના બેટ્સમેનોએ થ્રોડાઉન પ્રેક્ટિસ કરી. ત્રણ સ્પિનરોએ પણ ઘાસવાળી પિચ પર બોલિંગનો અભ્યાસ કરી. ભારતીય ટીમની પ્રેક્ટિસ ચાર કલાક ચાલી જેમાં ખેલાડીઓ બે બેન્ચમાં અભ્યાસ કરવા આવ્યા. લગભગ તમામ બેટ્સમેનો અને બોલરોએ પ્રેક્ટિસ કરી. ચેતેશ્વર પૂજારા, મુરલી વિજય અને કેપ્ટન વિરાટ કોહલીએ સ્લિપમાં કેચની પ્રેક્ટિસ કરી.