હાઈ લા! આ ખેલાડી નીકળ્યો માસ્ટરમાઈન્ડ, જેણે હાર્દિકનું પત્તું કાપી સૂર્યકુમાર માટે ગંભીરને કર્યા રાજી?
કેપ્ટન રોહિત શર્માના ટી20માંથી નિવૃત્તિ લીધા બાદ ટીમ ઈન્ડિયા પોતાની રણનીતિ બનાવી રહી છે અને આગામી કેપ્ટન કોણ તે અંગે ચર્ચા તેજ થઈ છે. કેપ્ટન્સી માટે હવે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બે પ્રમુખ ઉમેદવાર છે. જો કે મીડિયા રિપોર્ટ્સથી સંકેત મળે છે કે હાર્દિક પંડ્યાને બાજુમાં રાખી સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.
ટી 20 વિશ્વકપ 2024ની જીત અને કેપ્ટન રોહિત શર્માના ટી20માંથી નિવૃત્તિ લીધા બાદ ટીમ ઈન્ડિયા પોતાની રણનીતિ બનાવી રહી છે અને આગામી કેપ્ટન કોણ તે અંગે ચર્ચા તેજ થઈ છે. કેપ્ટન્સી માટે હવે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બે પ્રમુખ ઉમેદવાર છે. જો કે મીડિયા રિપોર્ટ્સથી સંકેત મળે છે કે હાર્દિક પંડ્યાને બાજુમાં રાખી સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. ખરાબ ફિટનેસ રેકોર્ડ લાંબા સમય માટે હાર્દિક પંડ્યાની લીડરશીપને સવાલના ઘેરામાં નાખે છે.
મીડિયા રિપોર્ટમાં સૂત્રના હવાલે જણવાયું છે કે નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા બંને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા માંગે છે. ગૌતમ ગંભીર અને મુખ્ય સિલેક્ટર અજીત આગરકરે અગાઉથી આ નિર્ણય અંગે પંડ્યાને જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સૂર્યકુમાર યાદવ માત્ર શ્રીલંકા વિરુદ્ધ 27 જુલાઈથી શરૂ થતી આગામી ટી20 સિરીઝ માટે જ નહીં પરંતુ ટી20 વિશ્વ કપ 2026 સુધી ભારતીય ટીમના કેપ્ટન રહી શકે છે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન માટે રોમાંચક બનેલી આ રેસમાં સૂર્યાને ગૌતમ ગંભીર અને રોહિત શર્માનો સપોર્ટ છે જ્યારે પંડ્યા પાછળ જય શાહ છે.
હાર્દિક પંડ્યાનો રેકોર્ડ
2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ડેબ્યુ કરનારા હાર્દિક પંડ્યાએ આ ફ્રેન્ચાઈઝી માટે 106 મેચ રમી છે જેમાં 152.43 ની સ્ટ્રાઈક રેટ અને 25.63ની સરેરાશથી 1692 રન કર્યા છે. જેમાં ચાર અડધી સદી સામેલ છે. ગુજરાત ટાઈટન્સ માટે તેણે 31 મેચ રમી છે જેમાં 37.86 ની સરેરાશ અને 133.49 ની સ્ટ્રાઈક રેટથી 833 રન કર્યા છે. જેમાં છ અડધી સદી સામેલ છે. બોલર તરીકે પંડ્યાએ 137 મેચોમાં 33.59 ની સરેરાશથી 64 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/17હતું. એક કેપ્ટન તરીકે પંડ્યાએ 45 મેચ રમી જેમાં 57.77 ની જીત ટકાવારી સાથે 26 મેચમાં સફળતા મેળવી. ગુજરાત ટાઈટન્સને પહેલી જ વારમાં ચેમ્પિયન અને બીજીવારમાં રનરઅપ બનાવ્યું હતું.
શું કહે છે સૂર્યકુમારના આંકડા
બીજીબાજુ સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેનો ટી20i રેકોર્ડ શાનદાર છે. 2021માં ડેબ્યુ કરતા તેણે 68 મેચ રમી છે. જેમાં 43.33 ની સરેરાશ અને 167.74ના સ્ટ્રાઈક રેટથી 2340 રન કર્યા છે. આ દરમિયાન 4 સદી પણ ફટકારી છે. જીમાં તેની સરેરાશ 174.29 ના સ્ટ્રાઈક રેટ સાથે 46.72 થઈ જાય છે. કેપ્ટન તરીકે સૂર્યાએ સાત મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી 5માં 71.42 ની જીતની ટકાવારી સાથે જીત મેળવી. આઈપીએલમાં સૂર્યાએ 150 મેચ રમી છે જેમાં 32.08 ની સરેરાશ અને 145.32 ની સ્ટ્રાઈક રેટથી 3594 રન કર્યા છે. તેનો સર્વેશ્રેષ્ઠ વર્ષ 2023 હતું જેમાં તેણે 43.21 ની સરેરાશ અને 181.13ની સ્ટ્રાઈક રેટથી 605 રન કર્યા. ભારત થોડા દિવસમાં જ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત કરશે. આવામાં એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાથી ઉંમરમાં ત્રણ વર્ષ મોટો એટલે કે 33 વર્ષનો સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે પસંદ થાય.