Sarfaraz Khan: ગુજરાતની ધરતી પર આગ ઓકતો જોવા મળ્યો આ ખતરનાક ખેલાડી. અહીં વાત થઈ રહી છે એક એવા ખેલાડીની જેણે રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં રંગ રાખ્યો. ઈંગ્લીશ બોલરોને જોણે એવા ફટકાર્યા કે તેમને રાત્રે ઉંઘમાં પણ યાદ આવતું હશે આ ખેલાડીનું નામ. અહીં વાત થઈ રહે છે મુંબઈના લોકલ બોય અને હાલમાં જ ટેસ્ટ ડેબ્યુ કરનારા સરફરાઝ ખાનની. જેણે એક બે વર્ષ નહીં પણ 15-15 વર્ષ સુધી ખરા તડકામાં ક્રિકેટની તપસ્યા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજ 7 થી 8 કલાક, રોજ 500 બોલ રમવાની પ્રેક્ટિસ કરતો:
ક્રિકેટ હાલ ભારતમાં એક ધર્મ એક મઝહબ બની ગયો છે. કરોડો લોકો અહીં ક્રિકેટના ક્રેઝી છે. એવામાં ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું પુરુ કરવા માટે કેટલી મહેનત કરવી પડે અને કેટલું ટફ કોમ્પીટિશન છે એ જાણવા માટે તમારે મુંબઈના આ છોકરાની સ્ટોરી વાંચવી જ પડશે. ગમે તેટલો તડકો હોય કે ગરમી હોય નહોંતી રોકાતી સરફરાઝની ટ્રેનિંગ. સરફરાઝ ખાન રોઝ 500-500 બોલ રમીને બેટિંગની પ્રેક્ટિસ કરતો હતો. શિયાળો હોય કે ઉનાળો, ગમે તેટલી ગરમી હોય કે ગમે તેટલી ઠંડીની સિઝન હોય સરફરાઝ રોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાક મેદાનમાં પ્રેક્ટિસ કરતો હતો. જેમાં તેના પિતા જ તેને કોચિંગ આપતા હતાં. કોચિંગ દરમિયાન પોતાનો ટાર્ગેટ પુરો કરવા માટે સરફરાઝ ખાન ઘણીવાર જમવાનું પણ જોડી દેતો હતો. 


મુંબઈનો આ ખેલાડી કઈ રીતે બન્યો ખતરનાકઃ
મુંબઈના આ ખેલાડીને બસ એક જ લક્ષ્ય દેખાતું હતું અને એ હતું ટીમ ઈન્ડિયામાં સ્થાન. આખરે એ દિવસ આવ્યો જેમાં તેના પિતા અને ગુરુ તેની સાથે હતા એવા સમયે રાજકોટમાં તેને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ મેચની કેપ મળી. રાજકોટમાં રમાયેલી તેની ડેબ્યૂ મેચમાં, સરફરાઝ ખાને વર્ષોની મહેનત અને તપસ્યાની શક્તિ બતાવી. તેણે બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારીને ઇંગ્લિશ બોલરોને હંફાવી નાખ્યા. સ્પીનરો સામે શાનદાર બેટિંગની આ ટેકનિક કોઈ જાદુ નથી તેની પાછળ વર્ષોની મહેનત છે. 26 વર્ષિય આ ક્રિકેટરની કહાની ભારે સંઘર્ષથી ભરેલી છે. સરફરાઝ રોજ મુંબઈના ઓવલ, ક્રોસ અને આઝાદ મેદાનમાં ઓફ અને લેગ સ્પીનરના 500થી વધારે બોલ રમીને 15 વર્ષ સુધી આવી કઠોર પ્રેક્ટિસ કરીને અહીં સુધી પહોંચ્યો છે.


કોરોનાકાળમાં કરી કપરી મહેનતઃ
કોરોનાકાળ દરમિયાન તે મુંબઈથી અમરોહા, મુરાદાબાદ, મેરઠ, કાનપુર, મથુરા અને દેહરાદૂન સુધી મુસાફરી કરીને પણ ક્રિકેટ રમતો રહ્યો. રોહિત શર્માએ પણ કહ્યુંકે, મુંબઈમાં મારા જે પણ મિત્રોએ એ સરફરાઝને પ્રેક્ટિસ કરતા કે રમતા જોયો છે એ સૌ કોઈ તેના વખાણ કરે છે. કોચે આગળ કહ્યું, 'સરફરાઝને તૈયાર કરવાનો શ્રેય એકલા નૌશાદને જતો નથી. ભુવનેશ્વર કુમારના કોચ સંજય રસ્તોગી, મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન શેખ, કુલદીપ યાદવના કોચ કપિલ દેવ પાંડે, ગૌતમ ગંભીરના કોચ સંજય ભારદ્વાજ અને ઇન્ડિયા Aના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરના પિતા આરપી ઇશ્વરન પણ સરફરાઝને કોચિંગ આપતા હતાં. 


કુલદીપનો ઘણો સામનો કર્યોઃ
કપિલ પાંડેએ પીટીઆઈને કહ્યું, 'લોકડાઉન દરમિયાન નૌશાદે મને ફોન કર્યો હતો, કારણ કે અમે બંને આઝમગઢના છીએ અને જ્યારે હું ભારતીય નૌકાદળનો કર્મચારી હતો ત્યારે અમે મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમ્યા હતા. તેથી જ્યારે તેઓ ઈચ્છતા હતા કે તેમના પુત્રને પ્રેક્ટિસ કરવાની તક મળે, ત્યારે મને લાગ્યું કે તે મારી જવાબદારી છે. તેણે આગળ કહ્યું, 'લોકડાઉન દરમિયાન સરફરાઝે અમારી કાનપુર એકેડમીમાં કુલદીપનો ઘણો સામનો કર્યો. તેઓએ સાથે મળીને ઘણાં નેટ સેશન કર્યા. 


'નાની ઉંમરે સેંકડો બોલ રમ્યા'
નૌશાદને તેના પુત્રો સરફરાઝ અને અંડર-19 વર્લ્ડ કપના સ્ટાર મુશીરને તાલીમ આપતા જોયા, તેમણે કહ્યું કે બંને ખેલાડીઓની તાલીમ કેટલી સખત હતી. કોચે કહ્યું, 'તે નાની ઉંમરથી જ સેંકડો બોલ રમી રહ્યો છે. નૌશાદે ઘરઆંગણે એસ્ટ્રો ટર્ફ વિકેટ બનાવી છે અને જ્યારે મુંબઈની મેચ ન હતી ત્યારે સરફરાઝ ત્યાં ફાસ્ટ બોલરો સામે પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તેને સ્પિન રમવાનું હોય ત્યારે તે મેદાનમાં જતો અને ખુલ્લામાં ટ્રેનિંગ કરતો.