નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવનાર ખેલાડી હનુમા વિહારીએ પોતાની ગર્લફ્રેન્ડ પ્રીતિરાજ સાથે લગ્ન કરી લીધા છે. રવિવારે હૈદરાબાદમાં હનુમા અને પ્રીતિરાજ લગ્નના બંધનમાં બંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પત્ની પ્રીતિરાજની સાથે લગ્ન સમારોહની એક તસ્વીર શેર કરી છે. તેના પર તેણે લખ્યું છે, ''હું તને આ હાસ્ય સદા બનાવી રાખવાનું વચન આપું છું. આઈ લવ યૂ. તો શુભકામનાઓ માટે હનુમા વિહારીએ બધાનો આભાર માન્યો છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર