IPL: આ 3 ધૂરંધર ક્રિકેટરોની કરિયરનો હવે અંત? અચાનક દુનિયા માટે બની ગયા વિલન
IPL 2023 News: ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓની આઈપીએલ કરિયર હવે લગભગ ખતમ માનવામાં આવી રહી છે. આઈપીએલમાં પોતાના ખરાબ પ્રદર્શનના કારણે આ ત્રણેય ક્રિકેટરો દુનિયાની નજરમાં અચાનક વિલન બની ગયા છે. IPL 2023 સીઝનમાં આ 3 ખેલાડીઓએ પોતાને મળેલી તક બરબાદ કરીને પગ પર કુહાડી મારવાનું કામ કર્યું છે.
IPL 2023 News: ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓની આઈપીએલ કરિયર હવે લગભગ ખતમ માનવામાં આવી રહી છે. આઈપીએલમાં પોતાના ખરાબ પ્રદર્શનના કારણે આ ત્રણેય ક્રિકેટરો દુનિયાની નજરમાં અચાનક વિલન બની ગયા છે. IPL 2023 સીઝનમાં આ 3 ખેલાડીઓએ પોતાને મળેલી તક બરબાદ કરીને પગ પર કુહાડી મારવાનું કામ કર્યું છે. IPL 2023 સીઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ખેલાડીઓને આગામી સીઝનમાં કોઈ ટીમ પોતાની સાથે રાખશે કે કેમ તેના પર સવાલ છે. IPL 2023 માં અત્યાર સુધીમાં 47 મેચ રમાઈ છે. જેમાં 3 ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું છે કે તેમને હવે નજીકના ભવિષ્યમાં ફરીથી આ ટી20 ક્રિકેટ લીગમાં રમવાની તક ભાગ્યે જ મળે. આ ખેલાડીઓનું આઈપીએલ કરિયર અહીં જ પૂરું થતું જોવા મળી રહ્યું છે.
મનિષ પાંડે
ઈન્ટરનેશનલ ક્રિકેટની જેમ મનીષ પાંડેની આઈપીએલ કરિયર પણ ખતમ થવાના આરે પહોંચી છે. IPL 2023 માં મનીષ પાંડેએ હજુ સુધી પોતાની 7 મેચમાં 19ની સરેરાશથી 133 રન જ કર્યા છે. મનીષ પાંડેનું આ વખતે પ્રદર્શન ખુબ નિરાશાજનક છે. મનીષ પાંડેના ટીમમાં હોવાથી કે નહીં હોવાથી દિલ્હી કેપિટલ્સને કોઈ ફરક પડતો નથી. મનીષ પાંડેએ સતત મળી રહેલી સોનેરી તકો વેડફી છે. કદાચ આ વર્ષે તેણે પોતાની છેલ્લી આઈપીએલ સીઝન રમી છે. મનીષ પાંડેને આવતા વર્ષે હરાજીમાં કોઈ પણ ટીમ પોતાની જોડે રાખશે તેના પર સવાલ છે. અત્રે જણાવવાનું કે દિલ્હી કેપિટલ્સે મનીષ પાંડે પર આ વર્ષે ખુબ ભરોસો જતાવ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તેણે આ ભરોસો તોડ્યો છે.
મયંક અગ્રવાલ
મયંક અગ્રવાલ પોતાના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયામાંથી તો બહાર થઈ ગયો અને હવે IPL 2023 માં પણ ખરાબ પ્રદર્શનના કારણે તેની કરિયર જલદી ખતમ થઈ શકે છે. IPL 2023માં મયંક અગ્રવાલ હજુ સુધી પોતાની 9 મેચોમાં 20.78ની ખરાબ સરેરાશથી 187 રન જ કરી શક્યો છે. મયંક અગ્રવાલ આ સીઝનમાં અત્યાર સુધીમાં 27, 8, 21, 9, 48, 2, 49, 5 અને 18 જેવી ઈનિંગ જ રમી છે. મયંક અગ્રવાલ આ વખતે હૈદરાબાદની ટીમ તરફથી રમે છે. હવે આવા પ્રદર્શન બાદ કોઈ પણ આઈપીએલ ટીમ તેને પોતાનામાં સમાવશે કે કેમ તેના પર પ્રશ્ન છે. આ અગાઉ મયંક અગ્રવાલને તેના ખરાબ પ્રદર્શનના કારણે પંજાબ કિંગ્સની ટીમે કેપ્ટનશીપમાંથી હટાવીને રિલીઝ કર્યો હતો.
SRH vs KKR: હૈદરાબાદે હાથમાં આવેલી મેચ ગુમાવી, કોલકત્તાનો 5 રને રોમાંચક વિજય
MS Dhoni: શું આ સીઝન બાદ નિવૃત્ત થઈ જશે એમએસ ધોની? માહીએ આપ્યો ચોંકાવનારો જવાબ
GT ના આ ખેલાડીની ધરપકડની માગણી લઈને પત્નીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા
મનદીપ સિંહ
IPL 2023 માં મનદીપ સિંહ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા બેટર છે. IPL 2023 માં મનદીપ સિંહ અત્યાર સુધીમાં પોતાની 3 મેચોમાં 4.67 ની ખરાબ એવરેજથી માત્ર 14 રન કરી શક્યો છે. મનદીપ સિંહ IPL 2023 માં અત્યાર સુધીમાં 2, 0 અને 12 રન જ કરી શક્યો છે. મનદીપનું બેટ આ વખતે લગભગ ખામોશ જેવું છે. 31 વર્ષના મનદીપને આઈપીએલમાં ઘણી તકો મળી છે પરંતુ તેણે ખરાબ રીતે વેડફી છે. IPL 2023 માં આ ફ્લોપ શો બાદ મનદીપ સિંહની આઈપીએલ કરિયર આ સીઝનમાં ખતમ થતી જોવા મળી રહી છે. કોઈ પણ આઈપીએલ ટીમ હવે મનદીપ સિંહને પોતાની સાથે જોડે તેના પર સવાલ ઊભો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube