નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ચેતન શર્માને વિશ્વાસ છે કે આ વખતે ભારત ફાસ્ટ બોલરોના દમ પર જ વિશ્વ કપ જીતશે. 1987માં વિશ્વ કપ રમી ચુકેલા શર્માએ જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીની પ્રશંસા કરતા કહ્યું કે, આ ત્રણનો સામનો કરવો આ વખતે વિપક્ષી ટીમ માટે આસાન રહેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'બુમરાહ, ભુવી અને શમી તે માટે બેસ્ટ છે કારણ કે આ ત્રણેય વિકેટ પણ ઝડપી રહ્યાં છે અને સ્લોગ ઓવરોમાં રન પણ રોકી રહ્યાં છે. બુમરાહને તમે શરુભાતમાં બોલિંગ કરાવો કે અંતિમ ઓવરોમાં તે સસ્તો રહે છે. ભુવનેશ્વર સ્વિંગ માસ્ટર છે અને શમી પોતાની ઝડપથી ચમકવા માહિર છે. આ ત્રણેય રહેતા મને વિશ્વાસ છે કે ભારત વિશ્વ કપ જીતશે.'


વિશ્વ કપ બાદ પોતાનું પદ છોડી દેશે અફગાનિસ્તાનના કોચ ફિલ સિમન્સ 

સ્પિનરો પણ છે દમદાર
વિશ્વ કપમાં પ્રથમ હેટ્રિક ઝડપનારા શર્માએ ફાસ્ટ બોલરોની સાથે સ્પિનરોની પણ પ્રશંસા કરી છે. તેમણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે સમાપ્ત થયેલી વનડે સિરીઝનો હવાલો આપતા કહ્યું, આપણી પાસે હજુ પણ વિશ્વ કક્ષાના સ્પિનરો છે. કુલદીપ યાદવ નંબર-1 છે તો ચહલ નંબર-2. ઈંગ્લેન્ડમાં 300-325 રન બનાવી લો તો પણ કોઈ ફેર પડતો નથી. મેચ તમને બોલર જીતાડશે. ભારતની પાસે તો પાંચ-પાંચ વર્લ્ડ ક્લાક બોલર છે. આ વિશ્વ કપમાં જે ટીમને બોલરોનો સાથ મળશે તે ટીમ જીતશે. ભારત આ મામલામાં સૌથી આગળ છે. 


1983 અને 2011ની જેમ World Cup 2019માં પણ ગુંજશે ઈન્ડિયાનું નામઃ મિતાલી રાજ


આ પ્રકારનું છે મિશ્રણ
આ પૂર્વ ફાસ્ટ બોલરે સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેન અને કગિસો રબાડાની સાથે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલરોની પણ પ્રશંસા કરી પરંતુ તેમણે કહ્યું કે, ભારતની પાસે એક અલગ પ્રકારનું મિશ્રણ છે. ચેતન શર્માએ કહ્યું, 'સાઉથ આફ્રિકાની પાસે ફાસ્ટ એટેક શાનદાર છે. ઓસ્ટ્રેલિયામાં તો હંમેશા વર્લ્ડ ક્લાસ પેસ એટેક રહ્યો છે. પરંતુ ભારતને એડવાન્ટેજ છે કે તેની પાસે દરેક પ્રકારનું મિશ્રણ છે. તમારી પાસે દમદાર ફાસ્ટરો છે તો લાજવાબ સ્પિનરો છે.' હાર્દિક પંડ્યા છે જે ફાસ્ટ બોલિંગની ભૂમિકા નિભાવી શકે છે.