વિશ્વ કપ માટે રવાના થતાં પહેલા સાંઈના દરબારમાં પહોંચ્યા કોચ શાસ્ત્રી
ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે આજે શિરડી પહોંચીને સાંઈ બાબા પાસે ટીમના વિશ્વકપ મિશન માટે આશીર્વાદ લીધા હતા.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા બુધવારે વિશ્વકપ માટે રવાના થવાની છે. ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમે મીડિયાની સાથે પત્રકાર પરિષદ કરી હતી. તેની થોડી કલાકો પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર આજે શિરડી પહોંચીને સાંઈ બાબા પાસે વિશ્વ કપ મિશન માટે આશીર્વાદ લીધા હતા.
ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મંદિર દર્શન અને પોતાના વિમાનની તસ્વીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. કોચ શાસ્ત્રી અને શ્રીધર સિરડી માટે ગૌતમ સિંહાનિયાના ખાનગી વિમાનથી અહીં પહોંચ્યા હતા. તેના માટે શ્રીધરે ગૌતમ સિંહાનિયાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
World Cupનું ફોર્મેટ પડકારજનક, કોઈપણ ટીમ સર્જી શકે છે અપસેટઃ કોહલી
વિશ્વ કપ માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.