World Cup 2019: કેપ્ટન તરીકે કોહલીની અગ્નિ પરીક્ષા, જાણો અન્યની શું છે સ્થિતિ
વિરાટ કોહલી સતત પોતાના સારા પ્રદર્શનથી મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ચુક્યો છે, પરંતુ ઈંગ્લેન્ડમાં રમાનારા વિશ્વકપમાં ભારતીય કેપ્ટનના રૂપમાં પોતાની છાપ છોડવાની તક હશે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી સતત પોતાના સારા પ્રદર્શનથી મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ચુક્યો છે પરંતુ ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપમાં ભારતીય કેપ્ટનના રૂપમાં પોતાની છાડ છોડવાની તક હશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોહલી એવી ટીમની આગેવાની કરશે, જેની પોતાની કેટલિક સમસ્યાઓ છે, પરંતુ તે મેચનું પરિણામ બદલનારી ટીમોથી જરા પણ ઓછી નથી જે મોટી ટૂર્નામેન્ટ માટે જરૂરી વસ્તુ છે.
ટીમ ઈન્ડિયાની સામે છે આ સવાલ
ચોથી નંબર પર બેટિંગ કોન કરશે? શું કેદાર જાધવ ફીટ છે? ત્રીજો ફાસ્ટ બોલર કે વધારાનો ઓલરાઉન્ડર? કુલદીપ કે ચહલ કે પછી બંન્ને? વિશ્વકપમાં કોહલીની ક્ષમતા બેટ્સમેન કરતા એક કેપ્ટન તરીકે જોવામાં આવશે. જો ભારતીય ટીમ વિશ્વ કપ જીતી જાય તો તે પોતાની એક એવી લીગમાં સામેલ થઈ જશે જે તેની ટેકનિકલ કાર્યક્ષમતા પ્રત્યે થોડી શંકા છે, તેની પાસે પણ તેની સિદ્ધિઓની સામે ઝુકવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હશે નહીં.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને ધવન સુધી તો યોગ્ય
તેમાં કોઈ શંકા નથી કે ભારતીય કેપ્ટન આ સાત સપ્તાહ ચાલનારી ટૂર્નામેન્ટમાં ખુબ મુખ્ય હશે, જેમાં તેના 11 હજાર રન પૂરા કરવાની આશા છે અને તે પોતાની 41 સદીમાં પણ કેટલિક સદી જોડવા ઈચ્છશે. ઈંગ્લેન્ડમાં પિચો 'પેનકેક'ની જેમ સપાટ હશે તો રોહિત શર્મા પણ પોતાની શાનદાર બેટિંગની મદદથી કેટલિક મોટી સદી ફટકારી શકે છે, બની શકે કે તેમાં ચોથી બેવડી સદી સામેલ થઈ જાય, પરંતુ તે માટે વાઇસ કેપ્ટને આ ફોર્મ જાળવી રાખવું પડશે. ટીમમાં શિખર ધવન છે જેણે પોતાના પર્દાપણ બાદથી આઈસીસી સ્પર્ધામાં ક્યારેય ખરાબ પ્રદર્શન કર્યું નથી અને તે પણ પોતાના આ રેકોર્ડને જાળવી રાખવા ઈચ્છશે.
અહીં છે મુખ્ય મુશ્કેલી
મુશ્કેલી ત્યારબાદ શરૂ થાય છે અને આ તેવી વસ્તુ છે જે ટીમના મુખ્ય ત્રણ ખેલાડીઓના ઘણી તકે સારા પ્રદર્શન છતાં પેપર ઉકેલવામાં નિષ્ફળ રહી છે. અને તે છે ચોથા નંબરનું સ્થાન, અંબાતી રાયડૂ તે સ્થાનની દોડમાં નિષ્ફળ રહ્યાં બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે અને રિષભ પંતને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. તેની જગ્યાએ દિનેશ કાર્તિકના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વિજય શંકર કે ઓપનિંગ બેટ્સમેન રાહુલના આ સ્થાને રમવાની આશા છે. પરંતુ જે પણ રમે, તેણે જવાબદારીથી રમવું પડશે.
મિડલ ઓર્ડરમાં શું છે ખાસ
મહેન્દ્ર સિંહ ધોનીનું સંભવતઃ અંતિમ વિશ્વકપ અભિયાન તેના અસંખ્ય પ્રશંસકો માટે ભાવનાત્મક હશે, પરંતુ 70ની સ્ટ્રાઇક રેટ અને 35થી 50 ઓવરો વચ્ચે સતત ઝડપથી રન બનાવવાની તેની ક્ષમતાથી વિરોધી ટીમો ચેતીને રહેશે. છઠ્ઠા નંબર પર કેદાર જાધવ હશે જે પાંચ જૂને ફિટ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે દિવસે ભારતીય ટીમ સાઉથમ્પટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ 14 આઈપીએલ મેચોમાં જાધવનું ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય હશે.
પંડ્યાના ધમાકાની આશા
સાતમાં નંબર પર હાર્દિક પંડ્યાની બહુમુખી પ્રતિભાની ટૂર્નામેન્ટ દરમિયાન સારા ઉપયોગની આશા છે. ડેથ ઓવરોમાં છગ્ગા ફટકારવાની તેની ક્ષમતા રમતના પરિદ્રષ્યને બદલી શકે છે.
સ્પિન એટેક દમદાર
ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોએ છેલ્લા બે વર્ષથી કાંડાના સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ પર ઘણો ભાર આપ્યો છે અને તેણે સફળતા પણ હાસિલ કરી છે. પરંતુ ભારતમાં છેલ્લી વનડે સિરીઝ રમવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે આ બંન્નેની બોલિંગ સમજવામાં સફળ રહી જેમાં યુવા એશ્ટન ટર્નર (વિશ્વકપની ટીમમાં સામેલ નથી)એ મોહાલીમાં જ્યારે ઉસ્માન ખ્વાજા અને ફિન્ચે રાંચીમાં તેની વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કુલદીપના ફોર્મ પર નજર
કુલદીપનું આઈપીએલમાં ફોર્મ ખરાબ રહ્યું જેના કારણે તેને આઈપીએલની અંતિમ ઇલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. વિશ્વકપની ટીમમાં સામેલ ભારતીયોમાંથી તે એકમાત્ર એવો ક્રિકેટર હતો જો આઈપીએલમાં અંતિમ ઈલેવનમાંથી બહાર થયો હતો.
ફાસ્ટ બોલિંગમાં પકડ મજબૂત
જસપ્રીત બુમરાહ ટીમમાં હાજર હોય તો આવનારા વર્ષોમાં ભારતના મહાનતમ મેચ વિજેતાઓમાં સામેલ થસે. તો શમીની સ્વિંગ અપ-ફ્રંટ અને બુમરાહની ડેથ ઓવરમાં યોર્કર એવી જાનદાર મિશ્રણ કરે છે જે વિપક્ષી ટીમો માટે મારક સાબિત થશે. 9 લીગ મેચોમાંથી 6 મેચોમાં જીત હાસિલ કરવી સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાને ધ્યાનમાં રાખીને યોગ્ય સાબિત થઈ શકે છે.