લંડન : લોર્ડસ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ સાથે બધુ જ યોગ્ય હોય તેમ નથી લાગી રહ્યું. પહેલા વિરાટની સેના પહેલાદાવમાં માત્ર 107 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી, ત્યાર બાદ તેના ત્રીજા દિવસનું મેનુ પણ સમાચારોમાં છે. બીસીસીઆઇએ પોતાનાં અધિકારીક ટ્વીટર હેન્ડલથી ભારતીય ટીમના ત્રીજા દિવસે લંચનું સંપુર્ણ મેન્યુ ટ્વીટ કર્યું છે. આલંચ મેન્યુમાં એક ડીશ એવી છે જેના કારણે સોશ્યલ મીડિયા પર ભારતીય ટીમની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. આ ડિશનું નામ છે બ્રેજ્ડ બીફ પાસ્તા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ભારતીય ટીમે આ લંચ મેન્યુ અંગે ફેન્સે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક પ્રકારે નજર કરીએ તો ફેન્સ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સ પર. ....



અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોઇ પહેલીવાર નથી જ્યારે ભારતીય ટીમના લંચ મેન્યુને બીસીસીઆઇએ ટ્વીટ કર્યું હોય. તે અગાઉ પણ ટેસ્ટ મેચના પહેલા બે દિવસનું લંચ મેનું બીસીસીઆઇ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે. 
પહેલા દિવસનું લંચ મેનું.

પહેલા દિવસનું લંચ મેનુમાં ભારતીય ખેલાડીઓની પસંદગીની ડીશ રખાઇ હતી. જેમાં સુપ, ચિકન લસાને, સ્ટફ્ડ લેંબ, ચિકન ટિક્કા કરી, પનીર ટીક્કા કરી, પ્રોન્સ વિથ મેરી રોજ સોસ, ભાતની સાથે મેશ્ડ પોટેટો, બોઇલ્ડ એગ અને ગાર્ડન સલાડ હતું. તે ઉપરાંત સ્ટીવમાં એપ્પલ પાઇ કસ્ટર્ડ, ચેરી ચીજ સોસની સાથે ડાર્ક ચોકલેટ, ફ્રેંચ ફ્રૂટ સલાડ અને આઇસ્ક્રીમની પણ કેટલીક વેરાઇટીઝ હતી.