હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયા તરથફથી દશેરાના દિવસે શનિવારે હૈદરાબાદમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી હતી. ખાસ કરી સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવ બાંગ્લાદેશના બોલરો પર તૂટી પડ્યા હતા. સેમસને સદી ફટકારી અને સૂર્યકુમારે અડધી સદી ફટકારી હતી. રિયાન પરાગ અને હાર્દિક પંડ્યાએ પણ પોતાના હાથ ખોલ્યા હતા. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ઐતાહાસિક રહી, કારણ કે ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 297 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 164 રન બનાવી શકી હતી. આ મેચમાં અનેક રેકોર્ડ્સ પણ બન્યા છે. આવો તેના પર નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મેચમાં સૌથી વધુ ઓવરોમાં 10 કે તેનાથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના નામે થઈ ગયો છે. ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ 18 ઓવરોમાં 10થી વધુ રન બનાવ્યા હતા. તો 20 ઓવરમાંથી 17 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 10થી વધુ રન શ્રીલંકા વિરુદ્ધ 2016માં બનાવ્યા હતા. 


2. ટી20 ક્રિકેટમાં 200થી વધુ રન એક ઈનિંગમાં બનાવવા મામલે ભારતે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. સમરસેટે 36 વખત એક ઈનિંગમાં 200 પ્લસ બનાવ્યા છે, જ્યારે ટીમ ઈન્ડિયાએ 37મી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ કારનામું કર્યું છે.


આ પણ વાંચોઃ 6,6,6,6,6...સંજૂ સેમસને દેખાડ્યું રૌદ્રરૂપ! દશેરાના દિવસે હૈદરાબાદમાં વિસ્ફોટક ઈનિંગ


3. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. નેપાળે 2023માં મંગોલિયા વિરુદ્ધ 314 રન ફટકાર્યા હતા અને હવે ભારતે બાંગ્લાદેશ સામે 297 રન ફટકાર્યા છે. ટેસ્ટ પ્લેઈંગ નેશન તરીકે ટીમ ઈન્ડિયાનો વિશ્વ રેકોર્ડ છે.


4. સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે એક રેકોર્ડ ભારત માટે બનાવ્યો છે. તે 100 કરતા વધુ રનથી બે વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી ચૂક્યો છે, જ્યારે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને શુભમન ગિલની આગેવાનીમાં ભારતે એક-એક વખત 100 કે તેનાથી વધુ રનના અંતરથી મેચ જીતી છે. 


5. ભારત માટે વિકેટકીપર બેટરે ટી20 આંતરરાષ્ટ્રીયમાં પ્રથમ વાર સદી ફટકારી છે. સંજૂ સેમસને 111 રન બનાવ્યા હતા. તો ઈશાન કિશને 89 રન વિકેટકીપર તરીકે બનાવ્યા હતા. પંત 65 રન સાથે આ મામલામાં ત્રીજા સ્થાને છે.