નવી દિલ્હીઃ Team India New T20 Coach: ટી20 વિશ્વકપ 2022 બાદ સીનિયર ટીમ ઈન્ડિયા પ્રથમવાર એક્શનમાં આવી ગઈ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વનડેમાં ટીમના સીનિયર ખેલાડીઓ મેદાન પર ઉતર્યા હતા. તો કોચ રાહુલ દ્રવિડ પણ આ સિરીઝથી ટીમ સાથે ફરી જોડાયા છે. પરંતુ પ્રથમ વનડેમાં ભારતે બાંગ્લાદેશ સામે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ જલદી ટીમમાં મોટો ફેરફાર કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 ટીમને મળશે નવા 'BOSS'
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)  ટી20 સેટઅપ માટે અલગ કોચની નિમણૂંક કરવાનું વિચારી રહ્યું છે. એટલે કે રાહુલ દ્રવિડને ટી20 કોચિંગની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. બોર્ડના સૂત્ર પ્રમામે ભારતીય ટી20 ટીમ માટે નવા  કોચિંગ સેટ-અપની જાહેરાત જાન્યુઆરીમાં થઈ શકે છે. તો ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવાની છે. બીસીસીઆઈના એક અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ્સ સમક્ષ પુષ્ટિ કરી છે કે બોર્ડ ટી20 ટીમ માટે નવા કોચની નિમણૂંક પર વિચાર કરી રહ્યું છે. 


આ પણ વાંચોઃ પોલેન્ડને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં, એમ્બાપ્પેનું અદ્ભુત


બીસીસીઆઈ અધિકારીએ આપી મોટી જાણકારી
બીસીસીઆઈના એક અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ્સને કહ્યું- અમે તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છીએ. રાહુલ દ્રવિડ કે કોઈની ક્ષમતા વિશે નહીં પરંતુ ટાઇટ કાર્યક્રમને મેનેજ કરવા અને સ્પેશિયલ સ્કિલ્સને સામે લાવવામાં આવે. ટી20 એક અલગ રમત, મુશ્કેલ કેલેન્ડર અને નિયમિત આયોજનોની જેમ છે. અમારે પણ તેમાં ફેરફાર કરવાની જરૂરી છે. હું પુષ્ટિ કરુ છું કે ભારતમાં જલદી નવું ટી20 કોચિંગ સેટઅપ હશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube