Asia Cup 2022: એશિયા કપમાં ભારતીય ટીમ ખુબ જ શાનદરા પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ 5 વિકેટથી જીત હતી. ત્યારે ભારતે હોંગકોંગ સામે મેચ જીતી સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે આ પછી ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI એ શેર કર્યો વીડિયો
BCCI એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તમામ ભારતીય ખેલાડીઓએ બીચ પર ખુબ મોજ મસ્તી કરી છે. વીડિયોમાં વિરાટ કોહીલ શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તેમાં ઓપનર કેએલ રાહુલ અને અર્શદીપ સિંહ સર્ફિંગ કરતા જોવા મળી રહ્યા છે. તો કેપ્ટન રોહિત શર્મા બોટિંગની મજા માણી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.


આ સરકારી કંપનીએ લોકોને બનાવ્યા કરોડપતિ, 1 લાખના કરી આપ્યા અધધ...


ભારતે જીત્યા સૌથી વધારે ખિતાબ
એશિયા કપમાં ભારતીય ટીમે સૌથી વધારે 7 વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. શ્રીલંકાએ 5 વખત એશિયા કપ જીત્યો છે. ત્યારે પાકિસ્તાને માત્ર 2 વખત ખિતાબ જીત્યો છે. આ વખતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો ટીમ આ વર્ષે પણ એશિયા કપ જીતે છે તો આ 8 મી વખત હશે જ્યારે ભારતે આ ખિતાબ પોતાના નામે કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube