ભાજપનો ભરતીમેળો! ધાનાણીને ઝટકો અને રૂપાલાને હાશકારો, આ નેતાઓ ભાજપમાં જોડાયા
Trending Photos
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ રોજ નવા નવા રંગ આવી રહ્યા છે. ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો ચાલુ છે. વિવાદો વચ્ચે ઘેરાયેલી રાજકોટ બેઠક પર રોજ નવા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. ત્યાં રાજકોટમાં બે મોટા નેતાઓએ કેસરિયો કરતાં ભાજપની સ્થિતિ મજબૂત થઈ છે. ત્યારે કોણ છે આ બન્ને નેતા?...ભાજપમાં જોડાવાથી રૂપાલાની સ્થિતિ થઈ કેટલી મજબૂત?...વિગતવાર વાંચો આ અહેવાલમાં....
- લોકસભા ચૂંટણીમાં રોજ નવા નવા આવી રહ્યા છે રંગ
- રાજકીય પાર્ટીઓમાં ચાલુ જ ભરતી મેળો
- રાજકોટમાં કોંગ્રેસ નેતાએ કર્યો કેસરિયો
- ભાજપમાં જોડાયા પૂર્વ મેયર, અને પૂર્વ ડેપ્યુટી મેયર
- કોંગ્રેસ નેતાના કેસરિયાથી રૂપાલાની સ્થિતિ થઈ મજબૂત
ગુજરાતમાં બરાબર જામ્યો છે ચૂંટણીનો માહોલઃ
લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બરાબર જામ્યો છે, એક બાદ એક નેતાઓ એકબીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. ચૂંટણી ટાણે આવું બધુ થાય તેમાં કંઈ નવું નથી. પરંતુ નેતાઓના પક્ષપલટાથી પ્રજા કન્ફ્યુઝ થઈ જાય છે. જો કે નેતાઓ આ બધુ વધારે વિચારતા નથી. તેઓ માત્ર પોતાનો જ ફાયદો જોઈ એકબીજી પાર્ટીમાં સામેલ થઈ જાય છે. રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર પણ તેમાંથી બાકાત નથી. અત્યાર સુધી કોંગ્રેસમાં રહેલા ડાંગરે કેસરી ખેસ પહેરી લીધો. તેમની સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આ બન્નેની સાથે અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના ઉપાધ્યક્ષ બરત બોઘરા અને રાજકોટના ઉમેદવાર રૂપાલાની હાજરીમાં બન્નેને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો.
ભાજપમાં ચાલુ છે ભરતી મેળોઃ
તો નેતાઓ પણ જ્યારે બીજી પાર્ટીમાં જાય ત્યારે પોતાની પહેલી પાર્ટી પર પ્રહાર કરતાં હોય છે. અશોક ડાંગરે પણ ભાજપના મનભરીને વખાંણ કર્યા હતા. સાથે જ કોંગ્રેસની મનભરીને નિંદા કરી કહ્યું કે, કૉંગ્રેસમાં જૂથવાદ છે એ નક્કી છે, કૉંગ્રેસ હવે દરરોજ તૂટવાની છે, રાજકોટ કૉંગ્રેસના કાંગરાને હું ધરમૂળથી ઉખેડી નાંખીશ. સિદ્ધાંત સાથે હું ક્યારેય બાંધછોડ નથી કરતો એટલે કોંગ્રેસ પાર્ટી છોડું છું.
તો પોતાના નેતા જ્યારે બીજા પાર્ટીમાં જાય ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટી પણ પોતાના પૂર્વ સાથીની નિંદા કરે. પહેલા નેતા સારા લાગે છે, પરંતુ જ્યારે તેઓ પાર્ટી છોડે ત્યારે તે જ નેતા ખરાબ લાગવા લાગે છે. અશોક ડાંગર જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી સારા હતા પરંતુ જેવી તેમણે પાર્ટી છોડી તેની સાથે જ કોંગ્રેસે તેમના પર પ્રહાર કર્યા છે. અશોક ડાંગરના સાથી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ડાંગર પર અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા...
રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપે પરશોત્તમ રૂપાલા તો કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટના આ બન્ને ઉમેદવાર મૂળ રાજકોટના નથી. બન્ને અમરેલી જિલ્લાના છે. રૂપાલા કડવા પાટીદાર છે, તો ધાનાણી લેઉવા પાટીદાર છે. પાટીદાર સમાજની બહૂમતિવાળી આ બેઠક પર કોણ મેદાન મારે છે તે જોવાનું રહેશે. રાજકોટ આમ તો ભાજપનો ગઢ કહેવાય છે ત્યારે જોવાનું રહેશે કે આ વખતે કોણ મેદાન મારે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે