T20 WC: ભારતના પૂર્વ સ્પિનર્સની આગાહી: `આટલો સ્કોર જીતવા માટે યોગ્ય, આ ખેલાડી કરશે કમાલ`
હરભજન સિંહે જણાવ્યું છે કે ટી20 વર્લ્ડકપમાં તેજ ટીમ સારું પ્રદર્શન કરી શકશે, જેની ટીમના સ્પિનર્સ સારું પ્રદર્શન કરશે. દુબઈની પીચ હંમેશાં સ્પિનર્સને ખુબ જ મદદ કરતી હોય છે, તે હિસાબથી જોવા જઈએ તો ટી20 વર્લ્ડ કપમાં સ્પિનર્સ માટે એક શાનદાર અવસર બની રહેશે.
T20 WC: ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ટી20 વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન પહેલા અનેક અહેવાલો લોકોની ચિંતા વધારી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિન ખેલાડી હરભજન સિંહે એક નિવેદન આપી ચારેબાજુ ખળભળાટ મચાવી દીધો છે. હરભજન સિંહે જણાવ્યું છે કે ટી20 વર્લ્ડકપમાં તેજ ટીમ સારું પ્રદર્શન કરી શકશે, જેની ટીમના સ્પિનર્સ સારું પ્રદર્શન કરશે. દુબઈની પીચ હંમેશાં સ્પિનર્સને ખુબ જ મદદ કરતી હોય છે, તે હિસાબથી જોવા જઈએ તો ટી20 વર્લ્ડ કપમાં સ્પિનર્સ માટે એક શાનદાર અવસર બની રહેશે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી હરભજન સિંહે વધુમાં જણાવ્યું હતું કે, જો ભારત પહેલા બેટિંગ કરીને 170 રનનો લક્ષ્યાંક રાખશે, તો વિરોધી ટીમને તે ભારે પડી શકે છે. ટીમ ઈન્ડિયાને 170 રન જીતવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અબુધાબીની પીચ પર 180 સુધીનો સ્કોર બનાવી શકાય છે, પરંતુ શારજાહની પીચ પર સંભવ નથી.
IPL 2022: ક્રિકેટની દુનિયામાં જોવા મળશે દીપિકા-રણવીર! IND-PAK મેચ પછી મોટી જાહેરાત?
હરભજને વધુમાં જણાવ્યું કે ટીમ ઈન્ડિયા 150થી 160 રન પણ બનાવી લેશે, તો પણ ટીમ પાસે એવા ધારદાર બોલર્સ છે, જે સામેવાળી ટીમને ભારે પડી શકે છે. કોઈ પણ ટીમે ભારતને હળવાશમાં ન લેવી જોઈએ. આ વર્લ્ડ કપમાં ભારતના વરૂણ ચક્રવર્તી જેવા ધારદાર બોલર વિરોધી ટીમના હોંશ ઉડાવી શકે છે, જે એકલા હાથે આખી મેચ પલટવામાં સક્ષમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલ 2021ની ફાઈનલ સુધી પહોંચવામાં એટલા માટે સફળ રહી કારણ કે તેમની પાસે સુનીલ નારેન અને વરૂણ ચક્રવર્તી જેવા ખેલાડીઓએ સારી બોલિંગ કરીને વિરોધી ટીમો ધૂળ ચાટતી કરી હતી.
હરભજન સિંહે વધુમાં જણાવ્યું હતું કે ટી20 ક્રિકેટમાં અનુભવનું ઘણું મહત્વ છે. ચેન્નાઈ સુપર કિંગ આઈપીએલ 2021માં એટલા માટે સારું પ્રદર્શન કર્યું છે, કારણ કે હું પણ ક્યારેક CSK માટે રમી ચૂક્યો છું.
અત્રે નોંધનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાએ આ વખતે ઘણા સ્પિનર્સની પસંદગી કરી છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, વરૂણ ચક્રવર્તી જેવા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે, એટલું જ નહીં, અક્ષર પટેલને પણ ટીમે રિઝર્વ પ્લેયરના લિસ્ટમાં રાખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube