IPL 2022: ક્રિકેટની દુનિયામાં જોવા મળશે દીપિકા-રણવીર! IND-PAK મેચ પછી મોટી જાહેરાત? 

ઝી ન્યૂઝની અંગ્રેજી વેબસાઈટના મીડિયા અહેવાલ અનુસાર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની બોલિવુડ જોડી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી વર્ષે 2 નવી IPL ટીમોમાંથી એક ખરીદવાનું વિચારી રહી છે

Updated By: Oct 22, 2021, 03:21 PM IST
IPL 2022: ક્રિકેટની દુનિયામાં જોવા મળશે દીપિકા-રણવીર! IND-PAK મેચ પછી મોટી જાહેરાત? 

નવી દિલ્હી: હંમેશાંથી બોલિવુડ સ્ટાર્સ અને ક્રિકેટ સાથે એક અનોખું કનેક્શન રહ્યું છે. તમામ બોલિવુડ સ્ટાર્સ એવા છે કે જેમને ક્રિકેટ જોવાનું પસંદ પડે છે, જ્યારે ઘણી હસ્તીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હિસ્સેદારીની માલિકી ધરાવે છે. પ્રીતિ ઝિન્ટા, શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટીએ IPL ટીમ ખરીદ્યા બાદ હવે અહેવાલ મળી રહ્યા છે કે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) પણ ટૂંક સમયમાં ટીમ ખરીદશે.

IPL ટીમ ખરીદશે દીપિકા-રણવીર
ઝી ન્યૂઝની અંગ્રેજી વેબસાઈટના મીડિયા અહેવાલ અનુસાર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની બોલિવુડ જોડી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આગામી વર્ષે 2 નવી IPL ટીમોમાંથી એક ખરીદવાનું વિચારી રહી છે. જો આવું થયું તો 2022 ની IPL માં આપણે રણવીર-દીપિકાને ક્રિકેટના મેદાન સ્ટેન્ડમાં આપણે જોઈ શકીએ છીએ. 

T20 World Cup સૌથી શરમજનક રેકોર્ડ બનતા રહી ગયો, આ ખેલાડીએ બચાવી ટીમની લાજ

શાહરુખની ટીમ પહેલાથી જ IPLમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે નવી આઈપીએલ ટીમ માટે હરાજી સોમવારે (25 ઓક્ટોબર) દુબઈમાં યોજાવા જઈ રહી છે. IPLમાં પહેલાથી જ પ્રીતિ ઝિન્ટા  (Preity zinta) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ટીમો રમી રહી છે. 2008માં IPLની શરૂઆત થઈ ત્યારથી શાહરૂખ ખાન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ  (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)બંને તેમની કારકિર્દીની ટોચ પર છે.

 

ફાસ્ટ બોલર શમીની પત્નીએ પુત્રીનો એવો Video પોસ્ટ કર્યો...લોકો ભડક્યા, શમીને પણ લાગશે મોટો આઘાત!

બોલિવુડમાં દીપિકા-રણવીરની જોડી સુપરહિટ છે
બંને કલાકારોએ બોલિવુડમાં બેક ટુ બેક ઘણી ફિલ્મો સુપરહિટ રહી છે અને હવે તાજેતરમાં રણવીર સિંહે (Ranveer Singh) પણ ટીવી ડેબ્યુ કર્યું છે. આ વર્ષે તેઓ ટીવી શો 'ધ બિગ પિક્ચર' (The Big Picture) માં પગ મૂકી દીધો છે, જ્યારે દીપિકા પાદુકોણ  (Deepika Padukone) મોટા પડદા પર પોતાની આગવી ઓળખ બનાવતી જઈ રહી છે. દીપિકા પાદુકોણની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રણવીર સિંહ (Ranveer Singh)ની સાથે ફિલ્મ '83' માં જોવા મળશે.