વિરાટ અને શાસ્ત્રી બાદ રોહિત શર્મા આ ખેલાડીનો દુશ્મન? 27 વર્ષની ઉંમરે આવ્યો કરિયરનો અંત!
ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનું ભાગ્ય ખુબ જ ખરાબ છે. આ ખેલાડીને ક્યારેય વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી નહીં અને હવે રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ આ ખેલાડીને કોઈ વધારે ભાવ આપી રહ્યું નથી.
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી કારણ વગર ટીમમાંથી અંદર-બહાર થઈ રહ્યો છે, જેના કારણે BCCI અને ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ BCCI એ ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીને ટીમમાંથી બહાર કર્યો હતો. BCCI એ આ ખેલાડી પર થોડી પણ દયા દેખાડી નહીં અને તરત જ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યો હતો.
રોહિત ખતમ કરી રહ્યો છે આ સ્ટાર ખેલાડીનું કરિયર
ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનું ભાગ્ય ખુબ જ ખરાબ છે. આ ખેલાડીને ક્યારેય વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી નહીં અને હવે રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ આ ખેલાડીને કોઈ વધારે ભાવ આપી રહ્યું નથી. આ ખેલાડીનું શાનદાર કરિયર હવે રોહિત શર્મા બેંચ પર બેસાડીને ખતમ કરી રહ્યો છે. પૂર્વ કેપ્ટન વિરાય કોહલી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ તેમના રાજમાં આ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં જગ્યા આપી રહ્યા ન હતા. ભારત અને શ્રીલંકા સામે હાલમાં પૂર્ણ 2 મેચની ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીને કેપ્ટન રોહિત શર્માએ પૂછ્યું પણ ન હતું. આ ખેલાડીનું અડધું કરિયર બેંચ પર બેસીને જ બરબાદ થઈ રહ્યું છે અને કોઈપણ તેને તક આપી રહ્યું નથી.
રોહિત શર્મા પર પણ ઉઠ્યા સવાલ
રોહિત શર્મા કુલદીપ યાદવને ચાન્સ ન આપી વિરાટ કોહલી જેવી ભૂલ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ કુલદીપ યાદવને પોતાની પ્લેઈન્ગ ઇલેવન ટીમમાં સામેલ કરવાથી અચકાતો હતો. રોહીત શર્માએ શ્રીલંકા સામે પહેલી ટેસ્ટ મેચની પ્લેઇનગ ઇલેવનમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ઓફ સ્પિનર જયંત યાદવને તક આપી હતી. કુલદીપ યાદવને તક ન આપતા રોહિત શર્મા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
GMERS કોલેજોમાં તબીબી અધ્યાપકોની જગ્યા ભરવા બનાવાયેલો લિયનનો નિર્ણય બન્યો ચર્ચાનો વિષય
કોહલી અને શાસ્ત્રી પણ હતા આ ખેલાડીના દુશ્મન!
રોહિત શર્મા કેપ્ટન બન્યો તે પહેલા જ્યાં સુધી ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનું રાજ ચાલી રહ્યું હતું, ત્યારે આ કુલદીપ યાદવનું કરિયર લગભગ બરબાદ થઈ રહ્યું હતું, કુલદીપ યાદવને ઘણી ઓછો ચાન્સ મળતો હતો અને તે ટીમ ઇન્ડિયામાંથી અંદર બહાર થઈ રહ્યો હતો. આઇપીએલમાં પણ કુલદીપ યાદવને KKR ટીમ પ્લેઇન્ગ ઇલેવનમાં તક આપી રહી ન હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ તેમના રાજમાં કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયામાં જગ્યા આપવાથી અચકાતા હતા. કુલદીપ યાદવને કોહલી અને શાસ્ત્રી ખુબ જ ઓછી તક આપતા હતા. કોહલી- શાસ્ત્રીની ટીમ મેનેજમેન્ટમાં યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, રવિચંદ્રન અશ્વિન અને વરૂણ ચક્રવર્તીને વધારે તક આપવામાં આવતી હતી, જેના કારણે કુલદીપ યાદવને તક મળવી અશ્કય બની રહ્યું હતું.
આ ખેલાડી જેવી બોલિંગ કરવી મુશ્કેલ
કુલદીપ યાદવમાં ટેલેન્ટની કોઈ ઘટ નથી. તે એક ખાસ પ્રકારની બોલિંગ કરવા માટે જાણે છે. જેને ચાઈનામેન બોલિંગ કહેવામાં આવે છે. આ ખુબ જ અનોખી બોલિંગ સ્ટાઈલ છે. જેમાં ડાબી હાથનો સ્પિનર બોલને આંગળીઓની જગ્યાએ કાંડાથી સ્પિન કરે છે. મહેન્દ્ર સિંહ ધોની જ્યારે ભારતીય ટીમ માટે ક્રિકેટ રમતો હતો, ત્યારે કુલદીપ યાદવને સૌથી વધારે ફાયદો થતો હતો, પરંતુ ધોનીના સન્યાસ લેતા કુલદીપ યાદવનું કરિયર અંધારામાં આવી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube