નવી દિલ્હી: ટીમ ઇન્ડીયામાં સતત સ્પર્ધા વધતી જાય છે, જેથી જલદી જ રોહિત શર્માને કેએલ રાહુલથી પણ ખતરનકા ઓપનિંગ પાર્ટનર મળી શકે છે. કેએલ રાહુલ હંમેશાથી ફિટનેસ અને ફોર્મને લઇને ઝઝૂમત રહ્યા છે. એવામાં રોહિત શર્માને એવા ઓપનિંગ પાર્ટનરની શોધ છે, જે તેમના પણ ખતરનાક હોય. ટીમ ઇન્ડીયામાં 3 એવા ધાકડ ખેલાડી છે, જે 'હિટમેન' રોહિત શર્માથી પણ વધુ ખતરનાક છે અને ખૂબ જલદી કેએલ રાહુલની જગ્યાએ ટીમ ઇન્ડીયાને કાયમી ઓપનર બની શકે છે. આવો એક નજર કરીએ એવા 3 ખેલાડીઓ પર... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પૃથ્વી શો
તોફાની બેટ્સમેન પૃથ્વી શો વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પૃથ્વી શૉને ઓપનર તરીકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, જે રોહિત શર્માની જગ્યા ભરી શકે છે. રોહિત શર્માની ગેરહાજરીમાં પૃથ્વી શૉને ઘણી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે અને તેમણે પોતાની તાબડતોડ બેટીંગથી સિલેક્ટર્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. પૃથ્વી શૉને સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગનું સંયોજન માનવામાં આવે છે, તેમની પાસે એક-એકથી ચઢિયાતા શોટ છે. આગામી દિવસોમાં પૃથ્વી શૉ કેએલ રાહુલનું પત્તું કાપીને ટીમ ઈન્ડિયાનો કાયમી ઓપનર બની શકે છે. ભારતે પૃથ્વી શૉની કપ્તાનીમાં એક વખત અંડર-19નો ખિતાબ પણ જીત્યો છે. જ્યારે ભારતના યુવા સ્ટાર્સે 2019 અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યારે શૉ તે ટીમના કેપ્ટન હતા. તે સમયે શુભમન ગિલ અને શિવમ માવી જેવા સ્ટાર્સ પણ આ જ ટીમનો ભાગ હતા.

તથ્ય વગરની માત્ર રોમાંચક કલ્પના: પ્રેમિકાને ભગાડી જવાની તક આપતો ગુજરાતનો અનોખો મેળો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube