વર્ષ 2022માં ટીમ ઈન્ડિયા આ દેશો વિરુદ્ધ રમશે ક્રિકેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
દર વર્ષની જેમ ભારતીય ક્રિકેટ ટીમ 2022માં પણ વ્યસ્ત રહેવાની છે. ભારત વિદેશમાં અને ઘર આંગણે ઘણી સિરીઝ રમવાની છે. પરંતુ વર્ષની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઈસીસી ટી20 વિશ્વકપ છે, જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થવાનું છે.
નવી દિલ્હીઃ વર્ષ 2021માં ભારતે વિદેશી પ્રવાસમાં ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2022માં પણ ભારતીય ટીમ આ પ્રદર્શન કરવા ઈચ્છશે. વિરાટ કોહલીની પાસે ટેસ્ટ ટીમની કમાન છે. તો રોહિત શર્માને નિર્ધારિત ઓવરની કમાન સોંપવામાં આવી છે. ભારતીય ટીમ આ વર્ષે ઘણા મહત્વપૂર્ણ પ્રવાસે જવાની છે તો ઘરેલૂ સિરીઝ પણ રમવાની છે. ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી20 વિશ્વકપ પણ રમવાનો છે. તો આઈપીએલમાં નવી બે ટીમની એન્ટ્રી થવાની છે. જેની ક્રિકેટ ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. આવો વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના કાર્યક્રમ પર એક નજર કરીએ.
ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ
વિરાટ કોહલીની ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયા આ સમયે 1-0થી આગળ ચાલી રહી છે. ભારતે સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી. ભારતની નજર સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે.
બીજી ટેસ્ટ- 3થી 7 જાન્યુઆરી, જોહનિસબર્ગ
ત્રીજી ટેસ્ટ- 11થી 15 જાન્યુઆરી, કેપટાઉન
પ્રથમ ODI - 19 જાન્યુઆરી, પાર્લ
બીજી ODI - 21 જાન્યુઆરી, પાર્લ
ત્રીજી ODI - 23 જાન્યુઆરી, કેપટાઉન
આ પણ વાંચોઃ NZ vs BAN: ડેવોન કોનવેએ ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ માટે બનાવ્યો ખાસ રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
પ્રથમ ODI - 6 ફેબ્રુઆરી, અમદાવાદ
2જી ODI - 9 ફેબ્રુઆરી, જયપુર
ત્રીજી ODI - 12 ફેબ્રુઆરી, કોલકાતા
પ્રથમ T20I મેચ - 15 ફેબ્રુઆરી, કટક
બીજી T20I મેચ - 18 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
શ્રીલંકાનો ભારત પ્રવાસ
પ્રથમ ટેસ્ટ - 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, બેંગલુરુ
બીજી ટેસ્ટ - 5 થી 9 માર્ચ, મોહાલી
પ્રથમ T20I મેચ - 13 માર્ચ, મોહાલી
બીજી T20I મેચ - 15મી માર્ચ, ધર્મશાલા
ત્રીજી T20 મેચ - 18 માર્ચ, લખનૌ
આ પણ વાંચોઃ શમીના સ્થાને ટીમ ઈન્ડિયામાં જોડાયો આ ઘાતક બોલર, બુમરાહનો નવો બોલિંગ પાર્ટનર બનશે!
આઈપીએલ 2022
દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલનું આયોજન એપ્રિલ-મેમાં થવાની સંભાવના છે. 2020માં કોવિડને કારણે સપ્ટેમ્બર-ઓક્ટોબર માટે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી. તો કોવિડને કારણે 2021માં આઈપીએલ બે ફેઝમાં રમાઈ હતી.
સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ
પ્રથમ T20I મેચ - 9 જૂન, ચેન્નાઈ
બીજી T20I મેચ - 12મી જૂન, બેંગલુરુ
ત્રીજી T20I મેચ - 14 જૂન, નાગપુર
4થી T20I મેચ - 17મી જૂન, રાજકોટ
પાંચમી T20 મેચ - 19 જૂન, દિલ્હી
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ
રિશેડ્યૂલ ટેસ્ટ મેચ- 1થી 5 જુલાઈ, બર્મિંઘમ
પ્રથમ T20I મેચ - 7 જુલાઈ, સાઉધમ્પ્ટન
બીજી T20I મેચ - 9 જુલાઈ, બર્મિંગહામ
ત્રીજી T20I મેચ - 10 જુલાઈ, નોટિંગહામ
પ્રથમ ODI - 12 જુલાઈ, લંડન
2જી ODI - 14 જુલાઈ, લંડન
ત્રીજી ODI - 17 જુલાઈ, માન્ચેસ્ટર
ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ
ભારત 2019 બાદ પ્રથમવાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમાશે. હજુ તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. જુલાઈ-ઓગસ્ટમાં આ સિરીઝ રમાઈ શકે છે.
એશિયા કપ- એશિયા કપ 2020માં રમાવાનો હતો. ફરી તેને 2021 માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકે છે. આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં રમાશે, જ્યાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. હજુ તારીખોની જાહેરાત થઈ નથી.
ટી20 વિશ્વકપ- ભારત વર્ષ 2013 બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી. રોહિત શર્માની આગેવાનીમાં ભારત આ દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ટી20 વિશ્વકપ 16 ઓક્ટોબરથી નવેમ્બર 13 વચ્ચે ઓસ્ટ્રેલિયામાં રમાશે. હજુ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી.
ભારતનો બાંગ્લાદેશ પ્રવાસઃ ભારત બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. તારીખોની જાહેરાત હવે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube