વિરાટ, ટીમ ઈન્ડિયા, 19 ડિસેમ્બરનો ગજબ સંયોગઃ 2016માં આ દિવસે બન્યા હતા શેર, આજે થઈ ગયા ઢેર
Highest and lowest Test scores of India: 19 ડિસેમ્બર 2016ના ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સર્વાધિક સ્કોર (759/7d) બનાવ્યો હતો. તેના ચાર વર્ષ બાદ, 19 ડિસેમ્બર 2020ના એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમ ટેસ્ટમાં પોતાના સૌથી ઓછા સ્કોર (36 રન) પર ઓલઆઉટ થઈ ગઈ.
એડિલેડઃ 19 ડિસેમ્બર... ભારતીય ક્રિકેટના ફેન્સ માટે આ તારીખ આજ પહેલા સુધી ખુશી ભરી ક્ષણ યાદ અપાવતી હતી. આજ બાદ જ્યારે પણ 19 ડિસેમ્બરનો ઉલ્લેખ થશે, એડિલેડની પિચ પર પત્તાના ઘરની જેમ પડતી ભારતના બેટિંગ ઓર્ડરની તસવીર ફેન્સની આંખો સામે આવી જશે. માત્ર ચાર વર્ષની અંદર આ 19 ડિસેમ્બરે ભારતીય ફેન્સને ખુશી અને ગમનો અનુભવ કરાવ્યો. 19 ડિસેમ્બર 2016 તે તારીખ હતી જ્યારે ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. 19 ડિસેમ્બર 2020 તે તારીખ છે જ્યારે ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. આ મોટો દુર્લભ સંયોગ છે જે વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ સાથે જોડાય ગયો છે.
19 ડિસેમ્બર 2016: કરૂણ નાયરની ત્રેવડી સદી
ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ ત્યારે ખુબ ખરાબ રીતે હારી હતી. પાંચ મેચોની સિરીઝમાં ભારત 3-0થી આગળ હતું અને ચેન્નઈમાં છેલ્લી મેચ રમાવાની હતી. એલિસ્ટર કુકે ટોસ જીત્યો અને બેટિંગનો નિર્ણય લીધો. ટીમ 477 રન બનાવી આઉટ થઈ ગઈ. હવે ભારતનો વારો હતો. લોકેશ રાહુલે 199 રનની ઈનિંગ રમી પરંતુ હીરો બન્યો કરૂણ નાયર. 381 બોલમાં 303 રન બનાવી નાયર ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો હતો.
ભારતે 19 ડિસેમ્બર 2016ના 7 વિકેટના નુકસાન પર 759 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 207 રન બનાવી આઉટ થઈ ગયું અને ભારતે ઈનિંગ અને 75 રનથી મેચ જીતી લીધી હતી. સિરીઝ 4-0થી જીતી. નાયર મેન ઓફ ધ મેચ રહ્યો અને કોહલી મેન ઓફ ધ સિરીઝ.
IND vs AUS: Adelaide Testમાં Team Indiaની શરમજનક હાર, 8 વિકેટથી જીત્યું ઓસ્ટ્રેલિયા
19 ડિસેમ્બર 2020: યાદ ન આવે તો સારૂ
2018-2019માં પ્રથમવાર ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. વિરાટ પોતાની આગેવાનીની ધાક ધમાવી ચુક્યો હતો. વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ્ટનશિપમાં રેકોર્ડ ખુબ શાનદાર છે, પરંતુ તેના પર એડિલેડ ટેસ્ટ એક ધબ્બાની જેમ લાગી ગયું છે. ટોસ જીતી વિરાટ કોહલી આ પહેલા કોઈ ટેસ્ટ ન હાર્યો હતો. એડિલેડમાં પ્રથમ બેટિંગ કરતા ભારત 244 રન સુધી પહોંચી ચુક્યું. બોલરોએ પોતાનું કામ કર્યુ અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 191 રનમાં ઓલઆઉટ કરી દીદું. 18 ડિસેમ્બર સુધી તો મેચ ભારતની પકડમાં હતી.
19 ડિસેમ્બરનો દિવસ આવ્યો અને પછી ભારતીય બેટ્સમેનો માટે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડના બોલ માનો આગના ગોળા બની ગયા. હેઝલવુડે પાંચ અને કમિન્સે ચાર વિકેટ ઝડપી. મોહમ્મદ શમી રિટાયર્ડ હર્ટ થયો તો સ્કોરબોડ પર માત્ર 36 રન હતા. શરમજનક રેકોર્ડ વિરાટ કોહલીના નામે થઈ ચુક્યો હતો. તે પણ સૌથી મોટો સ્કોર બનાવ્યાના ચાર વર્ષ બાદ. ભારત આ મેચ 8 વિકેટે હારીને સિરીઝમાં 1-0થી પાછળ થઈ ગયું છે.
આરસીબી સાથે પણ આવો સંયોગ
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમની સાથે જ નહીં, આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે પણ કંઈક આવો સંયોગ કર્યો છે. 23 એપ્રિલ 2013ના આરસીબીએ આઈપીએલ લીગમાં પોતાનો સૌથી મોટો સ્કોર (263/5) બનાવ્યો હતો. ચાર વર્ષ બાદ 23 એપ્રિલ 2017મા આરસીબીએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર (49 રન) પર રનઆઉટ થઈ ગઈ હતી. હવે આ વિરાટ કોહલીના નસીબ કહો કે માત્ર એક સંયોગ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube