એશિયા કપ 2022ના સુપર-4 મુકાબલામાં આજે ટીમ ઈન્ડિયાનો સામનો શ્રીલંકા સામે થશે. બંને ટીમો વચ્ચે આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન સામે મળેલી હાર બાદ  ભારત માટે આ મુકાબલો કરો યા મરો જેવો છે. આવામાં રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે ખાસમખાસ પ્રદર્શન કરવું પડશે. એશિયા કપની અત્યાર સુધીની ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અલગ અલગ પ્લેઈંગ 11 સાથે મેદાન પર ઉતર્યા છે. આ મેચોમાંથી ટીમ ઈન્ડિયા 2 મેચ જીત્યું છે જ્યારે એકમાં હારનો સામનો કર્યો છે. પરંતુ આ ત્રણેય મેચમાં એક સમાન વાત એ હતી કે ટીમ ઈન્ડિયાના એક દિગ્ગજ ખેલાડીને રમવાની તક મળી નહીં. આ ખેલાડીની મેચ વિનર ખેલાડીઓમાં ગણતરી થાય છે. હવે આજની આ કરો યા મરો મેચમાં તેને સામેલ કરાશે કે નહીં તે જોવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમમાં થઈ રહી છે અવગણના?
રોહિત શર્માએ એશિયા કપ 2022માં અત્યાર સુધીમાં રમાયેલી મેચોમાં જાદુઈ બોલર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ 11માં જગ્યા આપી નથી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ સાથે બેટિંગ પણ સારી કરી શકે છે. આર અશ્વિન ટીમના સૌથી મોટા મેચ વિનર્સમાંથી એક ગણાય છે. રવિચંદ્રન અશ્વિન કેરમ બોલ ખુબ સારી રીતે ફેંકી શકે છે. જે તેમની મોટી તાકાત છે. 


ઘણા સમય બાદ કરી હતી ટીમમાં વાપસી
રવિચંદ્રન અશ્વિને નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 મેચ બાદ હાલમાં જ વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ટી 20 ટીમમાં વાપસી કરી હતી. અશ્વિને 8 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હ તી. આવામાં રવિચંદ્રન અશ્વિન એશિયા કપમાં રમવા માટે મટા દાવેદાર ગણાતા હતા. પરંતુ હજુ પણ તેઓ પોતાની પહેલી તકની રાહ જોઈ રહ્યા છે. 


ટી20 ક્રિકેટમાં પણ રહ્યા સફળ
રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 51 ટી20 મેચ રમી છે. જેમાં તેઓ 61 વિકેટ મેળવવામાં સફળ રહ્યા છે. રવિચંદ્રન અશ્વિન 112 વનડેમાં 151 વિકેટ લઈ ચૂક્યા છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તો તેમના આંકડા ખુબ શાનદાર છે. અશ્વિને 86 ટેસ્ટ મેચમાં 442 વિકેટ મેળવી છે. આવનારી મેચોમાં રવિચંદ્રન અશ્વિનને ટીમમાં તક મળે તો તેમનો અનુભવ ટીમ ઈન્ડિયાને ખુબ કામ આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube