ભારતીય ટેસ્ટ ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં કોઈ ખરીદનાર ન મળતા તે ટીમના સાથી ચેતેશ્વર પૂજારાની રાહ પર ચાલીને ઈંગ્લિસ કાઉન્ટી ટીમ સસેક્સ માટે રમવા તૈયાર છે. તે કાઉન્ટી ટીમ માટે પાંચ ફર્સ્ટ અને આઠ લિસ્ટ એ મેચ રમશે. કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટ ડબલ્યૂડબલ્યૂડબલ્યૂ ડોટ સસેક્સક્રિકેટ ડોટ કોમ યુકે અનુસાર ઈશાંત બીસીસીઆઈ પાસેથી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. જો તેને બીસીસીઆઈની મંજૂરી મળી તો પ્રથમવાર કાઉન્ટી ક્રિકેટમાં રમશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાઉન્ટી ટીમને ઈશાંતની સેવાઓ ચાર એપ્રિલથી 4 જૂન સુધી મળશે. તેનાથી આ ખેલાડી સસેક્સ માટે કાઉન્ટી ચેમ્પિયનશીપના પ્રથમ પાંચ મેચ અને રોયલ લંડન વનડે કપ ગ્રુપના તમામ 8 મેચો માટે ઉપલબ્ધ રહેશે. 
ઈશાંતે કાઉન્ટી વેબસાઇટને કહ્યું, હું સસેક્સનો વિશેષ આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું જેણે મારા હાલના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મારી ભૂમિકા માટે યોગ્ય સમજ્યો. મને આશા છે કે હું આ સત્રમાં સસેક્સ પરિવાર માટે સારૂ પ્રદર્શન કરીશ.


સસેક્સ ક્રિકેટ નિયામક કીથ ગ્રીનફિલ્ડે કહ્યું, તેની સેવાઓ લેવી અમારા માટે મહત્વની છે. જ્રોફા આર્ચર અને ક્રિસ જોર્ડનને આઈપીએલની હરાજીમાં ખરીદવામાં આવ્યા છે તેથી અમારા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના અભુભવી ફાસ્ટ બોલરને સામેલ કરવો ખૂબ જરૂરી હતો. 


આઈપીએલમાં ઈશાંત શર્માનું આવુ રહ્યું પ્રદર્શન
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઈશાંતને આ વર્ષે આઈપીએલમાં કોઈ ખરીદનાર મળ્યું નથી. ઈશાંત શર્મા આઈપીએલની 76 મેચમાં 58 વિકેટ ઝડપી ચૂક્યો છે. જેમાં એકવાર પાંચ વિકેટ ઝડપી હતી.