Team India ચેમ્પિયન્સ ટ્રોફી માટે શું પાકિસ્તાન જશે? જાણો ભારત સરકાર અને ICC એ શું આપ્યું નિવેદન?
ICCએ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફી એક મોટી ટુર્નામેન્ટ છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે નેક્સ્ટ સીરિઝ પર સૌની નજર છે.
નવી દિલ્હીઃ ICCએ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફી એક મોટી ટુર્નામેન્ટ છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. હવે આ જ ખિતાબ બચાવવા માટે ICCએ આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપી છે. આતંકવાદી હુમલા બાદ ઘણી ટીમોએ પાકિસ્તાનની મુલાકાત ટાળી દીધી હતી.
પાકિસ્તાનને મળી મેજબાની
ICCએ ગત અઠવાડિયે પાકિસ્તાનને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર આપ્યો હતો. જેના કારણે પાકિસ્તાનમાં બે દાયકાઓથી વધુ સમય બાદ મોટી ટુર્નામેન્ટની વાપસી થશે. છેલ્લી વખત પાકિસ્તાને તેની ધરતી પર ICC ટૂર્નામેન્ટ 1996 વર્લ્ડકપનું આયોજન કર્યું હતું. તે વર્લ્ડકપમાં ભારત અને શ્રીલંકા પણ સહ-યજમાન હતા. 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલા બાદથી કોઈ મોટા દેશે પાકિસ્તાનમાં દ્વિપક્ષીય શ્રેણી રમી નથી.
ICC પ્રમુખે આશા વ્યક્ત કરી
ICC પ્રમુખ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું છે કે, 'ICC ક્રિકેટ ઈવેન્ટ ઘણા વર્ષો પછી પાકિસ્તાનમાં પરત ફરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે સિવાય આ બધુ કોઈપણ મુદ્દા વગર આગળ વધ્યું છે. બાર્કલેએ વધુમાં કહ્યું, 'જો અમને પાકિસ્તાનની યજમાની અંગે શંકા હોત તો અમે તેમને આ કાર્યક્રમનું આયોજન કરવાનો અધિકાર ન આપ્યો હોત'. આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષાની ચિંતાઓના કારણે પાકિસ્તાનમાં રમાનારી દ્વિપક્ષીય શ્રેણીમાંથી ખસી ગઈ હતી.
મંત્રી અનુરાગ ઠાકુરે આનો પર જવાબ આપ્યો
ખેલમંત્રી અનુરાગ ઠાકુરે ગત અઠવાડિયે જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સહભાગિતા અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે કારણ કે આંતરરાષ્ટ્રીય ટીમો માટે પડોશી દેશનો પ્રવાસ કરવા માટે હજુ પણ સુરક્ષા મુદ્દાઓ છે. બાર્કલે આ પડકારજનક મુદ્દો ગણાવીને આશા વ્યક્ત કરી છે કે ક્રિકેટ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે છે.
ભારતે 2005-06થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી
ભારતીય ટીમે 2006થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પાકિસ્તાન 2012માં ભારત આવ્યું હતું અને T20 સિરીઝ રમ્યું હતું. હવે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જશે, તો એ એક મોટી તક હશે, ICC પ્રમુખના નિવેદનથી સ્પષ્ટ છે કે તમામ ટીમો પાકિસ્તાન જશે અને ટૂર્નામેન્ટ રમશે.
ICCની 8 મોટી ટુર્નામેન્ટ અને યજમાન દેશોની યાદી
1. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ - જૂન 2024 - ICC મેન્સ T20 વર્લ્ડકપ
2. પાકિસ્તાન - ફેબ્રુઆરી 2025 - ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી
3. ભારત અને શ્રીલંકા - ફેબ્રુઆરી 2026 - ICC મેન્સ T20 વર્લ્ડકપ
4. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા - ઓક્ટોબર/નવેમ્બર 2027 - ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ
5. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ - ઓક્ટોબર 2028 - ICC મેન્સ T20 વર્લ્ડકપ
6. ભારત - ઓક્ટોબર 2029 - ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી
7. ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ - જૂન 2030 - ICC મેન્સ T20 વર્લ્ડકપ
8. ભારત અને બાંગ્લાદેશ - ઓક્ટોબર/નવેમ્બર 2031 - ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube