નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ કેપ્ટનશીપ છોડી વર્લ્ડ ક્રિકેટને ચોંકાવી દીધુ. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી પણ કેપ્ટનશીપ છોડી દેશે. જેમાં તેનો ખુબ જ શાનદાર રેકોર્ડ છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવાના કારણ અંગે અનેક પ્રકારની વાતો થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટરનો મોટો ખુલાસો
વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ લાંબા સમય સુધી ચાલે તેવી આશા હતી પરંતુ કોહલીએ બધાને ચોંકાવી દેતા અચાનક મોટો નિર્ણય લીધો અને ટેસ્ટની પણ કેપ્ટનશીપ છોડી દીધી. વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફે મોટું નિવેદન આપ્યું છે. 


આ બે ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ
પાકિસ્તાનના પૂર્વ વિકેટકિપર બેટર રાશિદ લતીફે કે એક રાહુલ અને રોહિત શર્માને આડે હાથ લેતા કહ્યું કે જે પ્રકારે બધાએ આ નિર્ણયને સ્વીકારી લીધો તે જોતા એવું લાગે છે કે જાણે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વિરાટ કોહલી કેપ્ટનશીપ છોડે. 


રાશિદ લતીફે કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને હવે આગામી ટેસ્ટ કેપ્ટનની પસંદગી માટે ખુબ જદ્દોજહેમત કરવી પડશે. રાશિદ લતીફે કહ્યું કે રોહિત શર્મા એટલો અનફિટ છે કે તેને ટેસ્ટ કેપ્ટન બનાવી શકાય નહીં. જ્યારે કે એલ રાહુલ ટીમને લીડ કરવાને લાયક નથી. 


રાહુલ કેપ્ટનશીપ માટે લાયક નથી
રાશિદ લતીફે પોતાની યુટ્યૂબ ચેનલ કોટ બિહાઈન્ડ પર કહ્યું કે કોહલી ગ્લોબલ સ્ટાર છે, હવે તમે કોને કેપ્ટન બનાવશો?  રોહિત ફિટ નથી, તે ઈજાના કારણે સમગ્ર દક્ષિણ આફ્રિકી પ્રવાસમાંથી બહાર થઈ ગયો. જે દેખાડે છે કે તે કેટલો અનફિટ છે. રાહુલ કેપ્ટનશીપને લાયક નથી અને મને આ ખેલાડી સમજમાં જ નથી આવતા. 


રાશિદ લતીફે કહ્યું કે મે બધાની પ્રતિક્રિયા જોઈ છે, રાહુલ, રોહિત બધાએ તે સ્વીકારી લીધુ. જો તમે તેને એટલો જ સારો માનો છો તો તમે તેનું રાજીનામું સ્વીકારી કેમ લીધુ. એવું લાગે છે કે આ લોકો બસ એ રાહ જોઈ રહ્યા હતા કે વિરાટ ક્યારે કેપ્ટનશીપ છોડે. 


ટીમ ઈન્ડિયાને થશે મોટું નુકસાન
રાશિદ લતીફે કહ્યું કે જે પ્રકારે વિરાટ કોહલી પાસેથી વનડે કેપ્ટનશીપ લઈ લેવામાં આવી હતી તે યોગ્ય નહતું. જે કઈ થયું તે ભારત, વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી માટે સારું ન થયું. આવું નહતું થવું જોઈતું. જો તમે કોઈ ખેલાડીની કેપ્ટનશીપ પાછી લઈ લો છો તો ટીમની હાર બાદ તે સમજમાં આવે છે, જો વિરાટે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે, તો તેણે તમને સોલિડ જવાબ આપ્યો હશે. 


મેચ ફિક્સ કરવા માટે પૂર્વ IPL ખેલાડીને લાખો રૂપિયાની ઓફર, વાત બહાર આવતા હડકંપ


રાશિદ લતીફે કહ્યું કે ગાંગુલી કે BCCI કોઈ અન્ય તે પચાવી શક્યું નહીં હોય. તમે ગમે તેને લો, દુનિયામાં હાલ વિરાટ કોહલીથી મોટો કોઈ ખેલાડી નથી. જે દિવસે તે રન બનાવશે તે બધા માટે એકદમ પરફેક્ટ જવાબ હશે. આ પરફોર્મન્સ વિશે નથી, વાત અહીં ઈગોની છે, આ ટાયટેનિક છે અને અહીં બસ એક જ ટાયટેનિક છે અને તે છે વિરાટ કોહલી. 


IPL 2022: અમદાવાદ તરફથી રમશે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ, 37 કરોડ આપી ટીમમાં કર્યા સામેલ


વિરાટ કોહલીનો રેકોર્ડ
કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની કમાન 68 ટેસ્ટ મેચમાં સંભાળી છે. જેમાંથી તેણે 40 ટેસ્ટમાં જીત મેળવી છે અને 17 ટેસ્ટ હાર્યો છે. વિરાટ સિવાય કોઈ પણ ભારતીય કેપ્ટને આટલી ટેસ્ટ મેચ જીતી નથી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોની છે. જેણે 60 ટેસ્ટમાં 27 મેચમાં જીત અપાવી છે. ત્યારબાદ સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટમાં 21 જીત અપાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube