IPL 2022: અમદાવાદ તરફથી રમશે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ, 37 કરોડ આપી ટીમમાં કર્યા સામેલ

આઈપીએલની નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદે મેગા ઓક્શન પહેલા પોતાના ત્રણ ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. 
 

IPL 2022: અમદાવાદ તરફથી રમશે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ, 37 કરોડ આપી ટીમમાં કર્યા સામેલ

અમદાવાદઃ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ આગામી આઈપીએલ સીઝન માટે અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા માટે તૈયાર છે. ઈએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે આઈપીએલ ફ્રેન્ચાઇઝી અમદાવાદે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને આઈપીએલ 2022ની હરાજી પહેલા પોતાના ત્રણ ખેલાડીઓના રૂપમાં પસંદ કરી લીધા છે. પરંતુ રસપ્રદ વાત છે કે અમદાવાદે હાર્દિક અને રાશિદને 15-15 કરોડ રૂપિયામાં સાઇન કર્યા છે, જ્યારે શુભમન ગિલને 7 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ પોતાના કોચિંગ સ્ટાફને પણ અંતિમ રૂપ આપી દીધુ છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને મુખ્ય કોચ ગેરી કર્સ્ટન ટીમના કોચિંગ સ્ટાફને લીડ કરશે. ઈંગ્લેન્ડનો પૂર્વ બેટર વિક્રમ સોલંકી ટીમનો ડાયરેક્ટર હશે. 

આવું પ્રથમવાર હશે જ્યારે હાર્દિક અને રાશિદ આઈપીએલમાં એક જ ફ્રેન્ચાઇઝી માટે રમશે, જે પહેલાં ક્રમશઃ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. 2015માં માત્ર 10 લાખ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડીના રૂપમાં ખરીદ્યા બાદ હાર્દિકે પોતાના શાનદાર પ્રદર્શનથી આઈપીએલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. 2018 સુધી તેણે ભારતમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરના રૂપમાં સ્થાપિત કરી લીધો અને મુંબઈએ તે વર્ષની હરાજીમાં 11 કરોડ રૂપિયા આપીને પોતાની સાથે જાળવી રાખ્યો હતો. આગામી બે સીઝનમાં હાર્દિકે 762 રન બનાવ્યા અને 32 વિકેટ ઝડપી હતી. તે ચાર વખત (2015, 2017, 2019 અને 2020) આઈપીએલ જીતનારી મુંબઈનો ભાગ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news