લંડનઃ Rohit Sharma Corona Positive: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થવાની છે. આ મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોનાથી સંક્રમિત થયો છે. રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી બીસીસીઆઈએ ટ્વિટર પર આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેક્ટિસ મેચમાંથી થયો બહાર
લીસેસ્ટરશાયર વિરુદ્ધ રમાઈ રહેલી ચાર દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ રોહિત રમી રહ્યો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં પણ બેટિંગ કરી હતી, પરંતુ બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતર્યો નહીં. બીજી ઈનિંગમાં રોહિતની જગ્યાએ કેએસ ભરતે ઓપનિંગ કર્યું હતું. બીસીસીઆઈએ કહ્યું કે રોહિત હાલ ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને મેડિકલ ટીમ તેનું ધ્યાન રાખી રહી છે. 


આ પણ વાંચોઃ આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરશે આ ખેલાડી! કેપ્ટન હાર્દિક પંડ્યાએ આપ્યા સંકેત


ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુમાવી શકે છે ટેસ્ટ 
બીસીસીઆઈએ અખબારી યાદીમાં કહ્યું કે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા શનિવારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તે હાલ ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. તેની સીટી વેલ્યૂની જાણકારી મેળવવા રવિવારે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો રોહિત તેમાં પણ પોઝિટિવ આવે તો 1 જુલાઈથી શરૂ થતી ટેસ્ટ  મેચમાંથી પણ બહાર થઈ શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube