પેરિસઃ ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ મહિલા સિંગલ્સમાં ફ્રેન્ચ ઓપન 2019નું ટાઇટલ જીતી લીધું છે. તેણે ચેક ગણરાજ્યની માર્કેટા વોંડરૂસોવાને 6-1, 6-3થી એકતરફો પરાજય આપ્યો હતો. તેણે પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે. બાર્ટીએ એક કલાક 10 મિનિટમાં વોંડરૂસોવાને હરાવી દીધી હતી. સેમીફાઇનલમાં તેણે 19 વર્ષની વોંડરૂસોવાએ બ્રિટનની જોહાન કોંટાને 7-5, 7-6થી હરાવી હતી. તો બાર્ટીએ અમેરિકાની 17 વર્ષની અમાન્ડા અનિસિમોવાને  6-7, 6-3, 6-3થી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠમી વરીયતા બાર્ટીએ મજબૂતી સાથે શરૂઆત કરી હતી. આ જીતની સાથે તે મહિલા રેન્કિંગમાં બીજા નંબર પર પહોંચી જશે. જાપાનની નાઓમી ઓસાકા પ્રથમ સ્થાન જાળવી રાખશે. નવી રેન્કિંગ આગામી સપ્તાહે જાહેર થશે. માર્ગરેટ કોર્ટ બાદ બાર્ટી ફેન્ચ ઓપન જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા છે. કોર્ટે પાંચ વખત આ ટૂર્નામેન્ટ જીતી હતી અને 1973માં છેલ્લી તે અહીં વિજેતા બની હતી. 


French Open: ડોમિનિક થીમે નોવાક જોકોવિચને હરાવ્યો, ફાઇનલમાં નડાલ સામે ટક્કર


બાર્ટી સપ્ટેમ્બર 2014માં યૂએસ ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થયા બાદ પ્રોફેશનલ ટેનિસથી બ્રેક લેવાનું એલાન કર્યું હતું. ટેનિસમાંથી બ્રેક લીધા બાદ બાર્ટી ઓસ્ટ્રેલિયાની મહિલા બિગ બેશ લીગ સાથે જોડાઇ ગઈ હતી. બે સિઝન પહેલા તે બ્રિસ્બેન હીટમાં હતા. આ પહેલ બિગ બેશ લીગમાં પર્દાપણ કરવા દરમિયાન પ્રથમ મેચમાં તેણે મેલબોર્ન સ્ટાર્સ વિરુદ્ધ 27 બોલ પર 39 રનની ઈનિંગ રમી હતી.