French Open: ડોમિનિક થીમે નોવાક જોકોવિચને હરાવ્યો, ફાઇનલમાં નડાલ સામે ટક્કર
વર્લ્ડ નંબર-4 થીમે અત્યાર સુધી એકપણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું નથી. તેણે જોકોવિચ વિરુદ્ધ કુલ 52 દમદાર વિનર્સ લગાવ્યા હતા.
Trending Photos
પેરિસઃ French Open Tennis ટૂર્નામેન્ટની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમે સર્બિયાના નોવાલ જોકોવિચને 6-2, 3-6, 7-5, 5-7, 7-5થી હરાવી દીધો છે. હવે ફાઇનલમાં થીમનો સામનો સ્પેનના રાફેલ નડાલ સામે થશે. ગત વર્ષે પણ આ બંન્ને ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો, જેમાં સ્પેનિશ ખેલાડીએ બાજી મારી હતી.
રાફેલ નડાલે પ્રથમ સેમીફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરને હરાવ્યો હતો. આ જીતની સાથે નડાલ 26મી વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો.
બે દિવસ ચાલી મેચ
બંન્ને ખેલાડીઓ વચ્ચે સેમીફાઇનલ મેચ શુક્રવારે શરૂ થઈ હતી અને ખરાબ હવામાનને કારણે મેચ રોકવી પડી હતી. મુકાબલો શનિવારે પૂરો કરવામાં આવ્યો હતો. શુક્રવારે બીજી સેમીફાઇનલમાં રમત રોકાઇ ત્યાં સુધી જોકોવિચ અને થીમ બંન્ને એક-એક સેટ જીતી ચુક્યા હતા.
પ્રથમ સેટ થીમે 6-2થી જીત્યો, જ્યારે બીજા સેટમાં જોકોવિચ 6-3થી બાજી મારી હતી. ત્રીજા સેટમાં થીમ 3-1થી આગળ ચાલી રહ્યો હતો. આ મેચ આજે પૂરી થઈ હતી. પ્રથમ ગેમથી બંન્ને ખેલાડીઓ વચ્ચે મોટી ટક્કર જોવા મળી હતી. પ્રથમ સેટમાં જોકોવિચની શરૂઆત સારી રહી, પરંતુ થીમે ઝડપથી પોતાની રમતમાં સુધાર કર્યો અને લીડ બનાવી લીધી હતી.
વર્લ્ડ નંબર-4 થીમે અત્યાર સુધી એકપણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું નથી. તેણે જોકોવિચ વિરુદ્ધ કુલ 52 વિનર્સ લગાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે