#ThankYouSachin: સચિનની નિવૃતીને થયા 7 વર્ષ, ફેન્સે આ અંદાજમાં પોતાના હીરોને કર્યા યાદ
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 2013મા આજના દિવસે એટલે કે 16 નવેમ્બરે પોતાના 24 વર્ષના શાનદાર ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યુ હતું. 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર સચિને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ પોતાના શહેર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની નિવૃતીને આજે 7 વર્ષ થઈ ગયા છે. આ ખાસ તકે તેમના ફેન્સે સચિનને સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે. ટ્વિટર પર #ThankYouSachin ટ્રેન્ડ કરાવી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. સચિને પોતાની અંતિમ ઈનિંગમાં 74 રન બનાવ્યા હતા અને તે નરસિંહ દેવનારાયણના બોલ પર આઉટ થયો હતો. ભારતે આ મેચ ઈનિંગ અને 126 રનથી જીતી હતી.
બધા પ્રખ્યાત થયા ક્રિકેટને કારણે અને ક્રિકેટ પ્રખ્યાત થયું સચિનને કારણે
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube