નવી દિલ્હી :વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપવાળી ઈન્ડિયન ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલ વિદેશ ટુર પર શાનદાર પ્રદર્શન કરી રહી છે અને મેનેજમેન્ટની સમિતિ (સીઓએ) એ તેના બદલામાં ટીમના પ્લેયર્સનું દૈનિક વળતર બે ગણુ કરવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈ (BCCI) નું સંચાલન કરી રહેલી સીઓએએ વિદેશી ટુર માટે મળનાર ડેઈલી એલાઉન્સ બે ગણુ કરી દીધું છે.


આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા દૈનિક ભથ્થા અંતર્ગત હવેથી વિદેશી ટુર પર જવાથી એક પ્લેયરને રોજ 250 ડોલર (17, 799.30 રૂપિયા) મળશે. આ પહેલા આ એમાઉન્ટ 125 ડોલર (8,899.65 રૂપિયા) પ્રતિ દિવસ હતી. આ ભથ્થુ બિઝનેસ ક્લાસમાં મુસાફરી, ઘર તથા લોન્ડ્રીના ખર્ચાથી અલગ છે, જેનો ખર્ચ બીસીસીઆઈ ઉઠાવે છે. ભારતીય ટીમને આ વર્ષે મોટાભાગની મેચ હોમ ગ્રાઉન્ડ પર જ રમવાનો મોકો મળ્યો છે. ટીમ આગામી વર્ષથી શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની મુલાકાત કરશે. 


બનાસકાંઠા : બાઈકની લક્ઝરી સાથે ટક્કરમાં ત્રણ સગાભાઈના મોત, સાથે કામ પર જવા નીકળ્યા હતા


ઉલ્લેખનીય છે કે, આ પહેલા બોર્ડે કોચ રવિ શાસ્ત્રીના પગાર વધારવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટસ અનુસાર, રવિ શાસ્ત્રીની ફીમાં 20 ટકા વધારો કરવામાં આવ્યો હતો. જેના બાદ તેમને હવે વાર્ષિક 10 કરોડ રૂપિયા વળતર આપવામાં આવશે. આ પહેલા હેડ કોચને વાર્ષિક 8 કરોડ રૂપિયા પગારના રૂપમાં આપવામાં આવતા હતા. 


7 વર્ષ જૂની તસવીરમાં સુહાના, અનન્યા અને શનાયાને તમે ઓળખી નહિ શકો એની ગેરેન્ટી


હેડ કોચની સાથે કોચિંગ સ્ટાફનો પગાર પણ વધારવામાં આવ્યો હતો. કોચ ભરત અરુણને હવે 3.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે કે ફીલ્ડિંગ કોચ આર.શ્રીધરને 3.5 કરોડ રૂપિયા પગારના રૂપમાં આપવામાં આવશે. નવા બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડન લગભગ 3 કરોડ રૂપિયા મળશે. બોર્ડના A+ લિસ્ટમાં આવનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ રવિ શાસ્ત્રીના પગારના મામલામાં બહુ જ પાછળ છે. વિરાટને બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ મુજબ દર વર્ષે 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. જોકે, તેની સેલેરીમાં કોઈ વધારો થયો નથી. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :