બનાસકાંઠા : બાઈકની લક્ઝરી સાથે ટક્કરમાં ત્રણ સગાભાઈના મોત, સાથે કામ પર જવા નીકળ્યા હતા

બનાસકાંઠાના લાખણીના ગેળા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણેય યુવકો સગાભાઈ હતી. જેઓ લાખણીના લાલપુર ગામના રહેવાસી હતી. પ્રજાપતિ સમાજના સગા ત્રણ ભાઈઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 108 દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાસકાંઠા : બાઈકની લક્ઝરી સાથે ટક્કરમાં ત્રણ સગાભાઈના મોત, સાથે કામ પર જવા નીકળ્યા હતા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના લાખણીના ગેળા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણેય યુવકો સગાભાઈ હતી. જેઓ લાખણીના લાલપુર ગામના રહેવાસી હતી. પ્રજાપતિ સમાજના સગા ત્રણ ભાઈઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 108 દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડુંગળીની સાથે શાકભાજીના ભાવોમાં પણ ભડાકો, ભારે વરસાદે સ્વાદ બગાડ્યો

અકસ્માતને પગલે ગામ લોકોના ટોળેટોળા સ્થળે પહોંચી ગયા હતા. લાખણી ગામમાં રહેતા સગા ભાઈઓ રમેશભાઈ લાધાજી પ્રજાપતિ, મુકેશભાઈ લાધાજી પ્રજાપતિ અને ચકાભાઈ લાધાજી પ્રજાપતિ સવારે કામ અર્થે પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે ત્યારે ગેળા તરફથી આવતી લકઝરી બસ જીજે 8 ઝેડ5469 તેમની બાઈક સાથે ટકરાઈ હતી. જેમાં ત્રણેયના મોત નિપજ્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news