Virat Kohli In ICC T20 Rankings: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પુરા થયેલા એશિયા કપમાં પોતાની સદીના કારણે ICC ટી20 બેટ્સમેન રેંકિંગમાં લાંબી છલાંગ મારી છે. તે 14 સ્થાન ચઢીને 15માં સ્થાન પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ લગભગ ત્રણ વર્ષ બાદ તેની પહેલી ઇન્ટરનેશનલ સદી ફટકારી, જે અફઘાનિસ્તાન સામે મારી હતી. તેણે એશિયા કપ દરમિયાન 276 રન બનાવ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સદી બાદ કહોલીની રેંકિંગમાં જબરદસ્ત ઉછાળો
ટી20 બેટ્સમેન માટે ટોપ રેંકિંગમાં આવવા માટે કોહલી પાસે સારી તક છે, કેમ કે એશિયા કપ દરમિયાન ફોર્મમાં પરત ફર્યા બાદ ઓછામાં ઓછું તે સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. ભારતીય ટીમના બેટ્સમેન કેએલ રાહુલ (સાત સ્થાનનો ફાયદાથી 23 માં સ્થાન પર) અને શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન ભાનુકા રાજપક્ષે (34 સ્થાનની લીડ સાથે 34 માં સ્થાન પર) એ ટી20 બેટ્સમેન રેકિંગમાં સારી લીડ મેળવી છે.


આ પણ વાંચો:- મહેતા સાહેબની એન્ટ્રી બાદ પણ શોમાંથી ગાયબ જેઠાલાલ, આ કારણથી નહીં જોવા મળે દિલિપ જોશી


હસરંગા બોલિંગ રેંકિંગમાં છઠ્ઠા સ્થાન પર
શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને પણ એશિયા કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવ્યો છે. તે ઓલરાઉન્ડરોની લિસ્ટમાં ટોપ પાંચમાં આવી ગયો છે. એશિયા કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કર્યા બાદ શ્રીલંકાના મેચ વિજેતા હસરંગા બોલર રેંકિંગમાં ત્રણ સ્થાનના સુધારા સાથે છઠ્ઠા સ્થાન પર અને ઓલરાઉન્ડરની યાદીમાં સાત સ્થાનના સુધારા સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.


આ પણ વાંચો:- BCCI ને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, હજુ ત્રણ વર્ષ સુધી પદ પર રહી શકે છે ગાંગુલી-શાહ


ભુવનેશ્વર કુમાર ટોપ 10 બોલરોમાં સામેલ
ટી20 બોલરોની લિસ્ટમાં ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (ચાર સ્થાનની લીડ સાથે સાતમાં સ્થાને) અને પાકિસ્તાનની જોડી હારિસ રાઉફ (નવ સ્થાન ઉપર ચઢી 25 માં સ્થાન પર) અને મોહમ્મદ નવાજ (સાત સ્થાન ઉપર ચઢી 34 માં સ્થાન પર) મજબૂત પ્રદર્શન બાદ સૌથી વધારે બઢત પ્રાપ્ત કરનારામાંથી એક હતા. નવા ટેસ્ટ ખેલાડી રેંકિંગમાં ટોપ 10 માં ઘણા ફરેફાર જોવા મળ્યા નહીં, પરંતુ તાજેતરમાં ત્રણ મેચની સીરિઝ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ દ્વારા મોટી છલાંગ લગાવવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube