નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી પ્રશાસકોની સમિતિએ નિર્ણય લીધો છે કે, હિતોના ટકરાવ મામલામાં લોકપાલની સાથે મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટોર સચિન તેંડુલકર અને સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટોર વીવીએસ લક્ષ્મણની યોજાનારી બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) બીસીસીઆઈના કોઈ પ્રતિનિધિ હાજર રહેશે નહીં. લોકપાલ ડીકે જૈને ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટોર તેંડુલકર અને હૈદરાબાદના મેન્ટોર વિરુદ્ધ હિતોના ટકરાવ મામલામાં બેઠક કરશે. સીઓએ પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું કે, ભવિષ્યમાં બોર્ડ માત્ર એક રેફરન્સના રૂપમાં કાર્ય કરશે. રાયે કહ્યું, 'બીસીસીઆઈ માત્ર એક પોઈન્ટ ઓફ રેફરન્સના રૂપમાં કામ કરશે જેથી લોકપાલ મામલાને પૂર્ણ રીતે સમજી શકે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવના મામલામાં થયેલી બેઠકમાં બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી સામેલ હતા અને તેમણે આ મામલામાં બોર્ડનો પક્ષ પણ રાખ્યો હતો. તેના પર સવાલ ઉભા થયા હતા. ગાંગુલી બોર્ડની ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય છે અને સાથે દિલ્હી કેપિટલ્સના સલાહકાર પણ છે. 


 


લોકપાલને સચિન તેંડુલકરનો જવાબ- મુંબઈ ઈન્ડિયન્સ પાસે નથી લીધો કોઈ લાભ


પરંતુ આ વખતે પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે નહીં. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સીઓએને તે સમજાઈ ગયું કે, તેમણે રેફરન્સ તરીકે પેપર મોકલવાની જગ્યાએ બીસીસીઆઈના એક અધિકારીને મોકલીને ભૂલ કરી હતી. 


વરિષ્ઠ અધિકારીએ કહ્યું, લોકપાલની સાથે થયેલી ગાંગુલીની બેઠકમાં એક પ્રતિનિધિનું હોવું ખરાબ વાત હતી. એક લોકપાલ હોવાનો તે અર્થ નથી કે તપાસ સાથે જોડાયેલા મામલામાં પોઈ પ્રકારનો પક્ષપાત ન થાય. જો કોઈને બેઠકમાં મોકલવામાં આવે તો તે મામલાને ક્ષતિ પહોંચાડી શકે છે, કારણ કે તેના રેફરન્સમાં સહજ પૂર્વાધિકાર હોઈ શકે છે. 


તેમણે કહ્યું, જો રાહુલ જૌહરીના મામલાને લોકપાલને આપવામાં આવે તો શું તે એક પર્સન ઓફ રેફરન્સના રૂપમાં સહાયતા કરશે? શું તમે તે સંભાવનાથી ઈનકાર કરી શકો છો કે ગાંગુલાના મામલામાં જે રેફરન્સ આપવામાં આવ્યા છે, તે ધ્યાનમાં રાખીને નથી આપવામાં આવ્યા કે ભવિષ્યમાં જૌહરીનો પોતાનો મામલો સામે આવી શકે છે અને તે જાણે છે કે પહેલા લેવામાં આવેલો કોઈ નિર્ણય તેને નુકસાન પહોંચાડી શકે છે. એક રેફરન્સ તરીકે વ્યક્તિને મોકલવાની શું જરૂર છે. દસ્તાવેજ પર્યાપ્ત છે અને તે પણ પૂછવા પર.