લોકપાલને સચિન તેંડુલકરનો જવાબ- મુંબઈ ઈન્ડિયન્સ પાસે નથી લીધો કોઈ લાભ
તેંડુલકરે રવિવારે બીસીસીઆઈના લોકપાલ તથા નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે જૈને મોકલેલી નોટિસનો લેખિતમાં જવાબ દાખલ કર્યો હતો.
Trending Photos
મુંબઈઃ સચિન તેંડુલકરે પોતાના ઉપર લાગેલા હિતોના ટકરાવના મામલામે નકારતા દાવો કર્યો કે, તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ પાસે ન તો કોઈ ફાયદો ઉઠાવ્યો છે ન તો તે નિર્ણય લેવાની કોઈ પ્રક્રિયામાં ભાગીદાર રહ્યો છે. તેંડુલકરે રવિવારે બીસીસીઆઈના લોકપાલ તથા નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે ડૈને મોકલેલી નોટિસનો લેખિતમાં જવાબ દાખલ કર્યો હતો, જેમાં 14 પાસાંઓનો ઉલ્લેખ છે. તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘ (એમપીસીએ)ના સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર નોટિસ મોકલવામાં આવી હતી.
ફરિયાદ પ્રમાણે લક્ષ્મણ અને તેંડુલકર આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમો ક્રમશઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના સહાયક સભ્ય અને બીસીસીઆઈ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યના રૂપમાં બેવડી ભૂમિકા ભજવી, જેને કથિત હિતોના ટકરાવનો મામલો ગણાવવામાં આવ્યો હતો.
પોતાના જવાબમાં તેંડુલકરે લખ્યું, સૌથી પહેલા નોટિસ પ્રાપ્તકર્તા (તેંડુલકર) તમામ ફરિયાદોને નકારે છે (નિવેદનોને છોડીને વિશેષ રૂપથી અહીં સ્વીકાર કરવામાં આવે છે) તેની જવાબની કોપી પીટીઆઈની પાસે પણ છે, જેમાં કહેવામાં આવ્યું છે, નોટિસ પ્રાપ્તકર્તા (તેંડુલકર) નિવૃતી બાદથી મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ 'આઈકોન'ની ક્ષમતાથી કોઈ પણ વિશેષ આર્થિક લાભ/ફાયદો લીધો નથી અને તે કોઈપણ ભૂમિકામાં ફ્રેન્ચાઇઝી માટે કાર્યરત નથી.
આંતરરાષ્ટ્રીય ક્રિકટમાં સૌથી વધુ રન બનાવનાર આ ખેલાડીએ કહ્યું કે, તે કોઈપણ પદ પર નથી, ન તો તેણે કોઈ નિર્ણય લીધો છે (ટીમના ખેલાડીઓની પસંદગી સહિત), જે ફ્રેન્ચાઇઝીના શાસન કે મેનેજમેન્ટ અંતર્ગત આવે છે. તેથી બીસીસીઆઈના નિયમ પ્રમાણે કે બીજી રીતે અહીં હિતોનો કોઈ ટકરાવ નથી.
ક્રિકેટ સલાહકાર સમિતિમાં તેમની ભૂમિકાના સવાલ પર સચિને કહ્યું કે, તેને 2015માં બીસીસીઆઈ સમિતિના સભ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યો હતો અને આ નિયુક્તિ મુંબઈ ઈન્ડિયન્સની સાથે તેની ભાગીદારીના ઘણા વર્ષો બાદ થઈ હતી.
તેમણે કહ્યું, નોટિસ પ્રાપ્તકર્તા 2015માં ક્રિકેટ સલાહકાર સમિતિમાં નિયુક્ત થયો હતો. માનનીય નૈતિક અધિકારી તે વાતની પ્રશંસા કરશે કે તેણે સીએસીમાં સામેલ થતાં પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો આઈકોન જાહેર કરવામાં આવ્યો હતો. આ તથ્ય સાર્વજનિક જાણકારીમાં રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે