નવી દિલ્હીઃ આઈપીએલ 2023નું સમાપન થઈ ગયું. એક રોમાંતક ફાઈનલમાં સોમવારે મોડી રાત્રે ચેન્નઈએ ગુજરાતને હરાવીને ટ્રોફી જીતી હતી. આવી ફાઇનલ મેચ ફેન્સ પણ પસંદ કરે છે. એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલ ટ્રોફી કબજે કરી છે. અંતિમ મેચ પર પરિણામ આવ્યું, પરંતુ શું તમે જાણો છો કે આ સીઝનમાં 10 એવા રેકોર્ડ બન્યા જે આ પહેલાં લીગના ઈતિહાસમાં ક્યારેય બન્યા નથી. એક રીતે આ સીઝનમાં રનનો વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2023 રેકોર્ડ લિસ્ટ


1. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર એક સીઝનમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ બન્યો. આ સીઝનમાં 1124 સિક્સ લાગી, જ્યારે 2022માં 1062 સિક્સ જોવા મળી હતી. 


2. આઈપીએલ 2023માં ચોગ્ગાનો પણ રેકોર્ડ બન્યો છે. આ સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોવા મળ્યા. કુલ 2174 ચોગ્ગા આ વર્ષે જોવા મળ્યો, જ્યારે 2022માં 2018 ચોગ્ગા લાગ્યા હતા. 


3. આ સીઝનમાં સૌથી વધુ સદીનો પણ રેકોર્ડ બન્યો. આ વખતે 12 બેટરોએ સદી ફટકારી. એટલે કે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ સદી જોવા મળી છે. 2022માં 8 સદી બની હતી. 


આ પણ વાંચોઃ VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ


4. આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ અડધી સદી પણ આ વખતે જોવા મળી છે. આઈપીએલ 2023માં 153 વખત 50+નો સ્કોર બેટરોએ બનાવ્યો. 2022માં 118 અડધી સદી લાગી હતી. 


5. એક સીઝનમાં સૌથી વધુ વખત 200+ ટોટલ કુલ 37 વખત આ સીઝનમાં બન્યો, જે 2022 કરતા ડબલ છે. 2022માં 18 વખત એક ઈનિંગમાં 200થી વધુ રન બન્યા હતા. 


6. આઈપીએલની 16મી સીઝનમાં ઈનિંગનો એવરેજ સ્કોર 183 હતો, જે આઈપીએલની કોઈ સીઝનમાં સર્વાધિક છે. 2018માં 172 રન પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર હતો. 


7. રન રેટના મામલામાં પણ આ સીઝન ટોપ પર રહી. આઈપીએલ 2023માં બેટરોએ 8.99 રન પ્રતિ ઓવરના હિસાબથી બેટિંગ કરી. 2018નો બેસ્ટ 8.65 રન પ્રતિ ઓવર હતો. 


આ પણ વાંચોઃ IPL 2023ની ફાઇનલમાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ, મોડી રાત સુધી આટલા કરોડ લોકોએ જોઈ મેચ


8. આઈપીએલ 2023માં સૌથી વધુ વખત 200 કે તેનાથી વધુ રનનો ટાર્ગેટ ચેઝ થયો. 8 વખત ટીમોએ 200 કે તેનાથી વધુ રનનો લક્ષ્ય હાસિલ કર્યો. 2014માં ત્રણ વખત આવું બન્યું હતું. 


9. આઈપીએલની એક સીઝનમાં એક ટીમના ત્રણ બોલરેએ 25-25 કે તેનાથી વધુ વિકેટ હાસિલ કરી,. આ પહેલાં આવું આઈપીએલ ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમી, રાશિદ ખાન અને મોહિત શર્માએ આ રેકોર્ડ બનાવ્યો. 


10. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર આ જોવા મળ્યું જ્યારે બે અનકેપ્ડ ઈન્ડિયન પ્લેયર્સે સદી ફટકારી. આ સીઝનમાં યશસ્વી જાયસવાલ અને પ્રભસિમરન સિંહે આ સિદ્ધિ મેળવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube