આજનો દિવસઃ ભારતના સપનાને તોડી, વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું શ્રીલંકા
આજના દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે 2012 ટી20 વિશ્વકપની ફાઇનલ રમાઇ હતી. ભારતની જીતની આશા હતી પરંતુ શ્રીલંકાએ 2011 વિશ્વકપ ફાઇનલની હારનો બદલો લેતા ટાઇટલ કબજે કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ સાત વર્ષ બાદ ટી20 વિશ્વકપના ફાઇનલમાં હતી. મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં ટાઇટલ મુકાબલામાં તેની સાથે હતી શ્રીલંકાની ટીમ. તેજ શ્રીલંકા જેને ત્રણ વર્ષ પહેલા 50 ઓવરના ફાઇનલમાં હરાવીને ભારતે 28 વર્ષ બાદ વિશ્વકપનું ટાઇટલ કબજે કર્યું હતું. તો શ્રીલંકા વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ચાર ફાઇનલ હારી ચુકી હતી. કુમાર સાંગાકારાની આગેવાનીમાં ટીમની પાસે આ છેલ્લી તક હતી. સાંગાકારાની ટીમની સામે માત્ર 131 રનનો લક્ષ્ય હતો. સાંગાકારાએ કેપ્ટનશીપ ઈનિંગ રમી. મુશ્કેલ વિકેટ પર તેણે 35 બોલમાં અણનમ 52 રન બનાવ્યા માહેલા જયવર્ધનેએ પણ 24 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું. થિસારા પરેરાએ 14 બોલ પર 23 રન બનાવી લંકન ટીમને દબાવમાં આવવા ન દીધી અને શ્રીલંકાની ટીમે છ વિકેટથી મેચ પોતાના નામે કરી.
ભારત જે 2011 વિશ્વકપ, 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું હતું. તેની પાસે હેડ્રિક બનાવવાની તક હતી, પરંતુ તેમ ન બન્યું. ટીમ મીરપુરની વિકેટ પર મોટો સ્કોર ન બનાવી શકી.
કુમાર સાંગાકારાએ ટોસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. રહાણે માત્ર 3 રન બનાવી આઉટ થઈ ગયો. રોહિત શર્માએ વિરાટની સાથે 61 રન જોડ્યા. 10.3 ઓવરમાં ભારતનો સ્કોર 64 રન હતો.
વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ બીજા છેડા પર બેટ્સમેનોને રન બનાવવામાં ઘણી મુશ્કેલી આવી રહી હતી. યુવરાજ સિંહે 21 બોલનો સામનો કર્યો અને માત્ર 11 રન બનાવ્યા. તે ન બાઉન્ડ્રી ફટકારી શક્યો કે ન તો સ્ટ્રાઇક રોટેડ કરી શક્યો. તેના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલ કેપ્ટન ધોની પણ સાત બોલમાં માત્ર 4 રન કરી શક્યો. તો કોહલીને વિકેટ પર કોઈ મુશ્કેલી ન પડી. તેણે 58 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા. તે ઈનિંગના અંતિમ બોલ પર આઉટ થયો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube