નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પૃથ્વી શોને બીસીસીઆઈએ 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. બીસીસીઆઈએ ડોપિંગ વિરોધી નિયમના ઉલ્લંઘનને કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ બાદ પૃથ્વી શોએ કહ્યું કે, આ પ્રતિબંધે તેને હચમચાવી દીધો છે. તેણે કહ્યું કે, તે આ ઝટકાથી વધુ મજબૂત થઈને વાપસી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા માટે 2 ટેસ્ટ મેચ રમી ચુકેલા આ યુવા બેટ્સમેને ટ્વીટ કરીને કહ્યું કે, મને આશા છે કે આ અમારા રમત સમાજમાં બીજાને પ્રેરિત કરશે કે અમે ખેલાડીઓના રૂપમાં ચિકિત્સા સંબંધી બીમારીઓ માટે કોઈપણ દવા લેવામાં ખુબ સાવધાની રાખીએ, ભલે દવા કાઉન્ટર પર ઉપલબ્ધ હોય. આપણે હંમેશા પ્રોટોકોલનું પાલન કરીએ. 


ડોપિંગ મામલામાં ફસાયો પૃથ્વી શો, 8 મહિના માટે BCCIએ કર્યો સસ્પેન્ડ

પૃથ્વી શોએ કહ્યું કે, મેં અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું. મેં આ સિરપ ત્યારે લીધું હતું જ્યારે મને ફેબ્રુઆરીમાં ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમતા સમયે ગંભીર શરદી અને ઉઘરસ થયા હતા. હું પગની ઈજામાંથી સાજો થઈ રહ્યો હતો, જે મને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન લાગી હતી અને હું તે ટૂર્નામેન્ટમાં સક્રિય ક્રિકેટમાં પરત ફરી રહ્યો હતો. રમવાની ઉત્સુકતાને લઈને મેં કફ સિરપને લેવામાં પ્રોટોકોલનું પાલન કર્યું નથી.