સ્પોર્ટ્સ ન્યુઝ: ટીમ ઇન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે બે મેચની ટી20 સીરિઝની પહેલી મેચ 26 જૂનના ડબલિનમાં રમાશે. આ મેચની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ આયર્લેન્ડ સીરિઝમાં કેટલાક ખેલાડીઓના ડેબ્યૂના સંકેત આપ્યા છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભારત એક-બે ખેલાડીઓને કેપ આપી શકે છે, પરંતુ તેમનો ટાર્ગેટ સર્વશ્રેષ્ઠ ટીમ રમાડવાનો રહશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- અમે લોકોને તક આપવા ઇચ્છીએ છીએ પરંતુ પોતાની શ્રેષ્ઠ ઇલેવનને પણ રમાડવા માંગુ છું. તે એવી સ્થિતિ હશે જ્યાં કેટલીક કેપ્સ આપવામાં આવશે પરંતુ અન્ય કંઈપણ કરતાં વધુ અમે ખાતરી કરીશું કે અમારી પાસે શ્રેષ્ઠ ઇલેવન હોય.


Sri Lanka Women vs India Women: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું, ટી20 સિરીઝ કરી કબજે


આફ્રીકા સીરિઝમાં ન હતો ઉમરાન
સાઉથ આફ્રિકા સામે તાજેતરની ટી20 સીરિઝમાં ભારત તરફથી કોઈ ખેલાડીએ ડેબ્યૂ કર્યું ન હતું. કેમ કે ઋષભ પંતે પહેલી બે મેચ હાર્યા છતાં ટીમમાં ફરેફાર કરવાનું વિચાર્યું ન હતું. પંડ્યાના નિવેદનનો અર્થ છે કે ઉમરાન મલિક અને રાહુલ ત્રિપાઠીમાંથી કોઈપણ આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરી શકે છે.


Shane Warne Ad: શેન વોર્નના નિધન બાદ બનાવવામાં આવી જાહેરાત? જોઈને ગુસ્સે થયા ફેન્સ


આ સીરિઝ પંડ્યા માટે એક પરીક્ષા હશે, જેણે તાજેતરમાં ગુજરાત ટાઈટન્સને પોતાની કેપ્ટનશીપ હેઠળ આઇપીએલ ખિતાબ જીતાડ્યો હતો. કેટલાક ક્રિકેટ નિષ્ણાતોએ પંડ્યાને નજીકના ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન ગણાવ્યો છે. એવામાં આયર્લેન્ડ સીરિઝમાં હાર્દિક પંડ્યા માટે આ તર્કને મજબૂત કરવાની એક તક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube