Shane Warne Ad: શેન વોર્નના નિધન બાદ બનાવવામાં આવી જાહેરાત? જોઈને ગુસ્સે થયા ફેન્સ
Shane Warne Ad: દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નના મોત બાદ તેની એક જાહેરાત વાયરલ થઈ થઈ રહી છે, ત્યારબાદ બબાલ પણ શરૂ થઈ છે. આ જાહેરાત પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિવંગત ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નની જાહેરાત દેખાડવાથી ફેન્સ નારાજ થયા છે. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વોર્નનું આ વર્ષે 4 માર્ચે થાઈલેન્ડમાં નિધન થયુ હતું. તેના ફેન્સ આ તથ્યથી નાખુશ છે કે તેના નિધનના લગભગ ચાર મહિના બાદ પણ તેની જાહેરાત દેખાડવામાં આવી રહી છે.
શેન વોર્ડનની એક એડથી બબાલ
મિરર ડોટ કો ડોટ યૂકેના એક રિપોર્ટમાં શનિવારે કહેવામાં આવ્યુ કે હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન વોર્નની વિશેષતાવાળી જાહેરાતનો ઉપયોગ જારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, એડવાન્સ હેયર સ્ટૂડોયિની એક જાહેરાતમાં વોર્નને દેખાડવામાં આવ્યું છે. પરંતુ તેનું નિધન થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયન આઇકંન કંપનીની સાથે પોતાના સંબંધને ક્યારેય છુપાવ્યો નહોતો, પરંતુ ટીવી માલિકોના દર્શકો દ્વારા તેના સ્પષ્ટ હોવા માટે ફટકાર લગાવવામાં આવી છે.
@SkyCricket do you really think it’s appropriate showing adverts during the test match which feature the late Shane Warne? Bit distasteful in my eyes… pic.twitter.com/WImGvgRG5I
— Colin Woods (@Colin__Woods) June 24, 2022
ફેન્સ થયા નારાજ
ઘણા પ્રશંસકોએ કથિત રીતે જાહેરાત પર ગુસ્સો વ્યક્ત કર્યો છે, તે સવાલ પણ પૂછ્યો કે શું ટેસ્ટ મેચ દરમિયાન તેનું પ્રસારણ યોગ્ય હતું. રિપોર્ટમાં એક ફેનના ટ્વીટના હવાલાથી કહેવામાં આવ્યું, શું તમને ખરેખર લાગે છે કે ટેસ્ટ મેચ દરમિયાન આવા પ્રકારની જાહેરાત દેખાડવી યોગ્ય છે, જેમાં દિવંગત શેન વોર્ન સામેલ હોય.
એક અન્ય ફેને ગુસ્સામાં કહ્યું- શેન વોર્નની સાથે તે હેયર સ્ટૂડિયોની જાહેરાત જોઈને મને સારૂ નથી લાગતું. એક પ્રશંસકે કથિત રીતે ટ્વીટ કર્યુ- આજે ડબ્લ્યૂએફએચ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ. એડવાન્સ હેયર સ્ટૂડિયોની જાહેરાત ઓવરો વચ્ચે આવે છે, તેનાથી તે સંતુષ્ટ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે