નવી દિલ્હીઃ યૂસુફ પઠાણે અજાણતા કરેલી ભૂલ ગત વર્ષે ભારતીય ક્રિકેટ ડોપિંગ રેકોર્ડમાં એકમાત્ર દાગ રહ્યો. વાડા રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે જે બીસીસીઆઈના 275 નમૂનાની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યો. વાડાના રિપોર્ટમાં કોઇ ખેલાડીનું નામ આપવામાં આવ્યું નથી. પરંતુ જે ક્રિકેટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પૂર્વ ભારતીય ખેલાડી યૂસુફ પઠાણ છે જેના પર બીસીસીઆઈએ પાંચ મહિનાનો પૂર્વપ્રભાવી પ્રતિબંધ લગાવ્યો હતો અને જે આ વર્ષે આઈપીએલ પહેલા સમાપ્ત થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ ત્યારે નિવેદન જારી કર્યું હતું તે અનુસાર સીનિયર પઠાણે શરદીની દવામાં મળતો પ્રતિબંધિત પદાર્થ અજાણતા લઈ લીધો હતો. પઠાણને આ કારણે 15 ઓગસ્ટ 2017થી 14 જાન્યુઆરી 2018 સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. 


પ્રતિકૂળ વિશ્લેષણાત્મક તપાસ (એએએફ)માં પઠાણનો એકમાત્ર મામલો હતો પરંતુ અનિયમિત તપાસ (એટીએફ)માં કહેવામાં આવ્યું કે, બે ખેલાડીઓના મૂત્રના નમૂના શંકાસ્પદ હતા, પરંતુ તે નક્કી થયું નથી કે આ બે ખેલાડીઓમાં કોઇ વિદેશી ખેલાડી સામેલ હતો કે નહીં. 


વાડા રિપોર્ટ અનુસાર 2017માં જે 275 નમૂનાની તપાસ કરવામાં આવી જેમાં 233 સ્પર્ધા દરમિયાન અને 42 સ્પર્ધાની બહાર લેવામાં આવ્યા. ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ 2016ના આઈપીએલ દરમિયાન ડોપિંગમાં પોઝિટિવ સાબિત થયો હતો પરંતુ ત્યારે બીસીસીઆઈએ ખેલાડી માટે પૂર્વ તિથિનો ઉપચારાત્મક ઉપયોગ છૂટ પ્રમાણપત્ર લઈ લીધું હતું જેથી મામલો ત્યાં સમાપ્ત થઈ ગયો હતો. 


વર્ષ 2018માં એક ખેલાડીનું ડોપ પરિક્ષણ પોઝિટિવ આવ્યું. આ ખેલાડી પંજાબનો પ્રથમ શ્રેણીનો ક્રિકેટર અભિષેક ગુપ્તા છે જે અત્યારે સસ્પેન્ડ છે. વિશ્વ ક્રિકેટ પણ આ વર્ષે લગભગ ડોપ મુક્ત કર્યું. આઈસીસીએ 389 ક્રિકેટરોનુંડ ડોપ પરિક્ષણ કર્યું જેમાં માત્ર અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ શહજાદનું પરિક્ષણ પોઝિટિવ આવ્યું હતું.