Asia Cup 2023: શું રોહિતને કારણે થઈ તિલક વર્માની પસંદગી, ડાબોડી બેટરને યાદ આવી IPLની વાત
Asia Cup 2023 માટે ભારતની વનડે ટીમમાં પ્રથમવાર પસંદગી થયા બાદ યુવા બેટર તિલક વર્માએ મંગળવારે કહ્યુ કે તેને આશા છે કે તે લિસ્ટ એ ક્રિકેટમાં પોતાનું ફોર્મ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં જાળવી રાખવામાં સફળ થશે.
ડબલિનઃ ડાબા હાથના બેટર તિલક વર્માની જિંદગી છેલ્લા ત્રણ મહિનામાં સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. એપ્રિલ-મેમાં રમાયેલી આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેને જુલાઈમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ. આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટી-20થી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર તિલકને પછી આયર્લેન્ડના પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો. હવે માત્ર સાત ટી20 રમ્યા બાદ તેને એશિયા કપમાં એન્ટ્રી મળી ગઈ છે. 30 ઓગસ્ટથી સરૂ થનાર એશિયા કપ માટે 17 સભ્યોની ભારતીય ટીમમાં તે સૌથી યુવા ખેલાડી છે.
તિલક વર્માએ લિસ્ટ એ ક્રિકેટમાં 25 મેચમાં 59.18ની એવરેજથી રન બનાવ્યા છે. આ દરમિયાન પાંચ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. વર્માએ એક વીડિયો ઈન્ટરવ્યૂમાં કહ્યું- મને વનડે ક્રિકેટ રમવા માટે ખરેખર વિશ્વાસ છે. મેં મારા રાજ્ય માટે લિસ્ટ એ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને અન્ડર-19 (સ્તર) માં પણ મેં સારૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે હું વનડેમાં સારૂ કરી શકુ છું. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું સીધો એશિયા કપમાં પર્દાપણ કરીશ. મેં ભારત માટે વનડે રમવાનું સપનું હંમેશા જોયું છે. આ મારા માટે મોટી વાત છે.
આ પણ વાંચો- ચહલની હકાલપટ્ટી અંગે મોટો ખુલાસો! BCCI ના ચીફ સિલેક્ટર અગરકરે જાહેર કરી દીધું કારણ
મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ કહ્યુ- આ મારૂ સપનું હતું કે ભારત માટે ટી20માં પર્દાપણ કર્યાના એક વર્ષની અંદર વનડેમાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરૂ. મને ટી20માં દેશ માટે રમવાની તક મળી અને પછી એશિયા કપ માટે પસંદગી થથઈ છે. હું બસ તે માટે તૈયારી કરી રહ્યો છું. રોહિત ભાઈએ હંમેશા મારૂ સમર્થન કર્યું છે. જ્યારે હું આઈપીએલમાં રમી રહ્યો હતો તો તે ખુદ મારી પાસે આવતા હતા. હું શરૂઆતમાં આઈપીએલમાં થોડો નર્વસ હતો, પરંતુ તેમણે મને રમતની મજા ઉઠાવવાની સલાહ આપી અને કહ્યું કે, જ્યારે કોઈ મદદની જરૂરીયાત હોય તો હું તેનો સંપર્ક કરી શકુ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube