રોહિત શર્માને સિક્સ મારવા માટે ટિમ પેને આપી આ લાલચ, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયાની ચુસ્ત બોલીંગ છતાં ટીમ ઇન્ડિયાએ પહેલી પારીમાં 443 રન બનાવ્યા ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ્સની જાહેરાત કરી હતી. આ ઇનિંગ્સ દરમિયાન સ્લેજિંગની એક રમુજી વાત સામે આવી છે.
મેલબર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજા ટેસ્ટના બીજા દિવેસે ટીમ ઇન્ડિયાના બેટ્સમેને આજે શાનદાર પ્રદર્શન કરતા પહેલી ઇનિંગમાં મોટો સ્કોર બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ચુસ્ત બોલીંગ છતાં ટીમ ઇન્ડિયાએ પહેલી પારીમાં 443 રન બનાવ્યા ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ ઇનિંગ્સની જાહેરાત કરી હતી. આ ઇનિંગ્સ દરમિયાન સ્લેજિંગની એક રમુજી વાત સામે આવી છે. આ પહેલા પર્થ ટેસ્ટમાં ટિમ પેન અને વિરાટ કોહલીની વચ્ચે વાતચીત થઇ હતી જેને રમૂજ પણ કહેવામાં આવી હતી. મેલબર્નમાં એકવાર ફરી ટિમ પેન ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તે રોહિત શર્માને કંઇક કહેતો જોવા મળ્યો હતો અને આ વાત સ્ટંપ્સના માઇકમાં રેકોર્ડ પણ થઇ ગઇ હતી. ટિમ પેને રોહિતને ઉત્તેજિત કરવા માટે આઈપીએલનો ઉલ્લેખ કરે છે.
વધુમાં વાંચો: INDvsAUS Melbourne test:ભારતની શાનદાર બેટિંગ, વિરાટે આપ્યું સરપ્રાઇઝ
બીજા દિવસની બીજી ઇનિંગસમાં પુજારા આઉટ થયા બાદ રોહિત શર્મા બેટીંગ કરવા આવ્યો હતો. રોહિત ઘણો મુશ્કેલી ઉભી કરી શકે છે તેને જોઇ પેને રોહિતને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. રોહિતના આવ્યા બાદ પેને સ્લિપ પર ઉભેલા એરોન ફિંચથી આઇપીએલના વિષય વાત કરવાની શરૂ કરી હતી. પેને ફિંચને કહ્યું કે, તમે તો ઘણી આઇપીએલ ટીમો સાથે રમ્યાં છો, પરંતુ હું હમેશા કન્ફ્યૂઝ જ રહું છું કે હું રાજસ્થાન અથવા મુબંઇમાંથી કઇ ટીમને સપોર્ટ કરું, પર જો આજે રોહિત સિક્સ મારે છે તો હું મુંબઇને સપોર્ટ કરીશ.
યુવરાજ સિંહ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવવામાં આવેલા 4 વિશ્વ રેકોર્ડ
રોહિત શર્માએ આ મેચમાં 63 રનોની નાબાદ બેટીંગ કરી જેમાં તેણે એક જીવનદાન પણ મળ્યું હતું. ઇનિંગ્સના 147માં ઓવરમાં નાથન લાયન બોલીંગ કરી રહ્યો હતો. લાયનના બોલ પર રોહિતે સ્વીપ કરેલા બોલ બેટ્સના ટોપ એજ પર લાગ્યો અને બોલ ઉઠડીને શોર્ટ ફાઇલ લેગ પર પીટર સીડલ તરફ ગયો જ્યાં તેણે સરળ કેચ છોડી દીધો હતો. તે સમયે રોહિતે 15 રન જ બનાવ્યા હતા.