વિરાટના સ્થાને રોહિતને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બનાવવાનો સમય આવી ગયોઃ નાસિર હુસેન
આઈપીએલમાં મુંબઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ ભારતીય પૂર્વ ક્રિકેટરોની સાથે વિદેશી ક્રિકેટરો પણ રોહિતને ટી20 ટીમની કમાન સોંપવાની વાત કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ રોહિત શર્મા ઈન્ડિયન પ્રીમિયર લીગનો સૌથી સફળ કેપ્ટન તો હતો જ પરંતુ આઈપીએલ 2020ની સીઝનમાં ફરી વિજેતા બનીને ઉભર્યો અને તેણે આ રેકોર્ડનો વિસ્તાર કરી લીધો છે. રોહિતની આગેવાનીમાં મુંબઈએ દુબઈમાં આઈપીએલની 13મી સીઝનની ફાઇનલમાં દિલ્હીને હરાવીને રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ જીત્યું. રોહિતે સાત વર્ષમાં પાંચમી વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. રોહિત વર્ષ 2013મા મુંબઈનો કેપ્ટન બન્યો હતો અને ત્યારબાદ તેણે આ લીગમાં પોતાની ટીમનું વર્ચસ્વ બનાવી રાખ્યુ છે.
રોહિત શર્માની ટીમ સીએસકે બાદ આ લીગમાં સળંગ બે વાર ચેમ્પિયન બની અને તે પાંચ વખત પોતાની ટીમને ટ્રોફી અપાવી ચુક્યો છે. તેની આ શાનદાર સિદ્ધિ બાદ ઘણા પૂર્વ ક્રિકેટરો અને એક્સપર્ટે તેની ખુબ પ્રશંસા કરી છે. હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને રોહિત શર્માની આગેવાનીની પ્રશંસા કરી અને કહ્યુ કે, કઈ રીતે મુંબઈ ઈન્ડિયન્સ માટે આટલી સફળતા હાસિલ કર્યા બાદ તે ભારતીય ટી20 ટીમના કેપ્ટનનો મોટો દાવેદાર થઈ ગયો છે.
સિડનીમાં પ્લેન ક્રેશના કારણે દહેશત, આ શહેરમાં રોકાઇ છે ટીમ ઇન્ડીયા
નાસિર હુસેને કહ્યુ કે, રોહિત શર્માએ કેપ્ટન તરીકે જે રેકોર્ડ બનાવ્યા છે તે તેની સફળતાની કહાની ખુબ વ્યક્ત કરે છે અને તેણે પૂર્વ ક્રિકેટર તથા એક્સપર્ટસના હોશ ઉડાવી દીધા છે. હસે સમય આવી ગયો છે કે તેને વિરાટ કોહલીના સ્થાને ભારતીય ટી20 ક્રિકેટ ટીમની જવાબદારી આપવી જોઈએ કારણ કે ટી20 વિશ્વકપ આગામી વર્ષે રમાવાનો છે.
નાસિર હુસેને રોહિતની આગેવાની વિશે કહ્યુ કે, તે ખુબ શાંત અને કૂલ છે અને તેના કારણે તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરે છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેનો સારો સમય પસાર થયો છે અને વિશ્વના જ નહીં ભારતના ઘણા ક્રિકેટરોનું એવું માનવુ છે કે લગભગ તે વાતનો યોગ્ય સમય આવી ગયો છે કે વિરાટ કોહલીએ ટી20ની આગેવાની છોડી દેવી જોઈએ અને આ જવાબદારી રોહિતને સોંપી દેવી જોઈએ. તેનો રેકોર્ડ ઘણું બોલે છે.
ભારતીય ટીમ કોરોના તપાસમાં નેગેટિવ, શરૂ કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો
રોહિતની બેટિંગ સ્કિલ વિશે તેમણે કહ્યુ કે, તે કરંટ જનરેશનમાં સફેદ બોલ ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડીઓમાંથી એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ઓપનર તરીકે તે ખુબ સફળ રહ્યો છે અને તેના ભાગમાં ઘણા બેટિંગ રેકોર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube