સિડનીમાં પ્લેન ક્રેશના કારણે દહેશત, આ શહેરમાં રોકાઇ છે ટીમ ઇન્ડીયા
ભારતીય ક્રિકેટ ટીમ (Team India) સિડની શહેરની જે હોટલમાં કોરન્ટાઇન છે ત્યાં ગત શનિવારે તેનાથી લગભગ 30 કિલોમીટર દૂર ક્રોમર પાર્ક પાસે એક પ્લેન ક્રેશ થયું છે. તેનાથી તે રમી રહેલા સ્થાનિક ક્રિકેટર અને ફૂટબોલર પરેશાન થઇ ગયા.
Trending Photos
સિડની: ભારતીય ક્રિકેટ ટીમ (Team India) સિડની શહેરની જે હોટલમાં કોરન્ટાઇન છે ત્યાં ગત શનિવારે તેનાથી લગભગ 30 કિલોમીટર દૂર ક્રોમર પાર્ક પાસે એક પ્લેન ક્રેશ થયું છે. તેનાથી તે રમી રહેલા સ્થાનિક ક્રિકેટર અને ફૂટબોલર પરેશાન થઇ ગયા.
જ્યારે પ્લેન અકસ્માત થઇને મેદાન પાસે આવીને નીચે પડ્યું. ત્યારે મેદાન પર ક્રિકેટ અને ફૂટબોલ મેચ રમી રહ્યા હતા. વિમાન નીચે પોતાની તરફ આવતું જોઇ ખેલાડી ગભરાઇને ભાગવા લાગ્યા. ક્રોમર ક્રિકેટર ક્લબના સીનિયર વાઇસ પ્રેસિડેંટ ગ્રેગ રોલિંગએ કહ્યું કે 'શેડમાં જે ખેલાડી હતા હું તેમના પર ગુસ્સે થયો. મેં કહ્યું ભાગો અને તેમણે ભાગવાનું શરૂ કરી દીધું.
સ્કોટ મેંનિંગના પિતા અને પ્રેમિકા શેડમાં હતા. તેમણે કહ્યું 'હું બૂમો પાડીને દોડ્યો અને તે (પાયલોટ) કોઇ પ્રકારે શેડ ઉપર આવી ગયું. તેનાથી 12 લોકો બહાર આવ્યા. વિમાન એક ફ્લાઇંગ સ્કૂલ હતું જે એન્જીનમાં ખરાબી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયા. આ વિમાનમાં 2 લોકોને ઇજા પહોંચ્યા બાદ જીવતા બચાવવામાં સફળ રહ્યા.
Two days off the plane and #TeamIndia had their first outdoor session today. A bit of 🏃 to get the body moving! #AUSIND pic.twitter.com/GQkvCU6m15
— BCCI (@BCCI) November 14, 2020
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ શનિવારે લાંબા ગાળાબાદ ટ્રેનિંગ કરી. ટીમ ગત ગુરૂવારે યૂએઇથી અહીં આવી ગઇ હતી. શુક્રવારનો દિવસ ખેલાડીઓએ સિડની ઓલંપિક પાર્ક હોટલમાં જણાવ્યું.
Once out, the boys also hit the gym!💪 pic.twitter.com/X3QL3uHQJy
— BCCI (@BCCI) November 14, 2020
ટીમ અત્યારે સિડની ઓલંપિક પાર્કમાં પુલમૈન હોટલમાં કોરન્ટાઇન છે. ન્યૂ સાઉથ વેલ્થની સરકારે ભારતીય ટીમને કોરોન્ટાઇનમાં રહેતાં ટ્રેનિંગ કરવાની પરવાનગી આપી. ભારતીય ટીમના ખેલાડીઓ શનિવારે દિવાળીના દિવસે જીમ અને રનિંગ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે