દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ  (ICC) પાંચ યુગોના 10 દિગ્ગજોને આઈસીસી હોલ ઓફ ફેમ  (ICC Hall of Fame) માં સામેલ કરશે, જેથી આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ જશે. ક્રિકેટની વિશ્વ સંસ્થાએ ગુરૂવારે આઈસીસી હોલ ઓફ ફેમના વિશેષ સંસ્કરણની જાહેરાત કરી છે. તેણે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ પહેલા આ નિર્ણય કર્યો છે. ડબ્લ્યૂટીસી ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં રમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા આ દિગ્ગજોને આ યાદીમાં સામેલ કરવામાં આવશે. હાલ આ યાદીમાં કુલ 93 ક્રિકેટર સામેલ છે. આ 10 ખેલાડીઓમાં પ્રત્યેક યુગના બે-બે ખેલાડીઓ સામેલ થશે.


આ પણ વાંચોઃ WTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત


આઈસીસીના કાર્યવાહક મુખ્ય કાર્યકારી જ્યોફ અલારડાઇસે અખબારી યાદીમાં કહ્યુ- સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલા દસ દિગ્ગજ ક્રિકેટરોને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવાની જાહેરાત કરવી અમારા માટે સન્માનની વાત છે. 


આ વિશેષ એડિશનમાં પાંચ યુગોના બે-બે ખેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. આ યુગોમાં શરૂઆતી ક્રિકેટ યુગ (1918 પહેલા), બે વિશ્વ યુદ્ધ દરમિયાનનો યુગ (1918-1945), યુદ્ધ બાદનો યુગ (1946-1970), વનડે યુગ (1971-1995) અને આધુનિક યુગ (1996-2016) સામેલ છે. આ ખેલાડીઓના નામની જાહેરાત આઈસીસી ડિજિટલ મીડિયા ચેનલ પર 13 જૂને કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube