WTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત

New Zealand vs India WTC Final: ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ જોકે ICC ઈવેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી.

WTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત

નવી દિલ્લી: ક્રિકેટના રસિયાઓ હવે આતુરતાથી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ મેચની ફાઈનલની રાહ જોઈ રહ્યાં છે. કોરોના કાળને કારણે આઈપીએલની બાકી રહેલી મેચ પણ સિઝનની વચ્ચેથી જ રોકી દેવામાં આવી છે. એ મેચનું દુબઈમાં ફરી પ્લાનિંગ થઈ રહ્યું છે. ત્યારે હાલ તો ન્યૂઝીલેન્ડ અને ભારતની ફાઈનલ મેચ પર સૌ કોઈ ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ જોકે ICC ઈવેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમ સાઉથમ્પટનમાં 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં જ્યારે રમવા માટે મેદાનમાં ઉતરશે. ત્યારે તેના દિમાગમાં ICC ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે તેનો ખરાબ રેકોર્ડ જરૂર યાદ આવશે.

2003માં ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો હતો પરાજય:
ભારતે ICC ટુર્નામેન્ટમાં છેલ્લે ન્યૂઝીલેન્ડને 2003 વર્લ્ડકપમાં સુપર સિક્સ રાઉન્ડમાં હરાવ્યું હતું. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમને સાત વિકેટે પરાજય આપ્યો હતો. તે મેચમાં ઝડપી બોલર ઝહીર ખાને ચાર અને હરભજન સિંહે બે વિકેટ લીધી હતી.

18 વર્ષથી ICC ટુર્નામેન્ટમાં ભારત સામે અપરાજિત છે ન્યૂઝીલેન્ડ:
2003ની જીત પછી ભારત અત્યાર સુધી એકપણ ICC ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી. ન્યૂઝીલેન્ડે 2007 ટી-20 વર્લ્ડકપની લીગ મેચમાં ભારતને 10 રને હરાવ્યું હતું. તેના પછી 2016 ટી-20 વર્લ્ડકપની સુપર-10 મેચમાં પણ ભારતને 47 રનથી હાર આપી હતી. 2019 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને 18 રને પરાજય આપ્યો હતો તેના બે વર્ષ પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા ગઈ હતી. જે WTCનો ભાગ હતો. તે સિરીઝમાં ભારતને પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં 19 વિકેટે અને પછી ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news