Tokyo Olympics: અંજુમ અને તેજસ્વીનીનું મેડલનુ સપનુ રગદોળાયું, હવે કોઈ આશા નહિ
ભારતીય શૂટર અંજુમ મોદગિલ (Anjum Moudgil) અને તેજસ્વીની (Tejaswini Sawant) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં ક્રમશ 15 મું અને 33 મુ પોઝિશન મેળવ્યું છે. આ સાથે જ બંને ઈન્ડિયન પ્લેયર ફાઈનલમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યાં છે.
ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય શૂટર અંજુમ મોદગિલ (Anjum Moudgil) અને તેજસ્વીની (Tejaswini Sawant) એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં ક્રમશ 15 મું અને 33 મુ પોઝિશન મેળવ્યું છે. આ સાથે જ બંને ઈન્ડિયન પ્લેયર ફાઈનલમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યાં છે.
ઓછા પોઈન્ટને કારણે બહાર નીકળ્યા
અસાકા નિશાનબાજી કોમ્પસમાં વર્લ્ડ ચેમ્પિયનની સિલ્વર મેડલ જીતનારી અંજુમ મોદગિલે 54 ઈનર 10 (10 અંકના 54 નિશાન) ની સાથે 1167 પોઈન્ટ બનાવ્યા. જ્યારે કે અનુભવી તેજસ્વીની સાવંત સ્ટેન્ડિંગ, નીલિંગ અને પ્રોન પોઝિશનની 3 સીરિઝમાં 1154 અંક બનાવી શકી છે.
એક સમયે ટોપ-8માં હતી અંજુમ
અંજુમ મોદગિલ શરૂઆતના 40 નિશાન બાદ ટોપ 8 માં હતી. અને તેમની ફાઈનલમાં પહોંચવાની આશા હતી. જોકે, તેના બાદ તેઓ આ લયને યથાવત રાખી શકી ન હતી. નીલિંગ અને પ્રોનમાં તેમનુ પ્રદર્શન સારું હતું, પરંતુ સ્ટેન્ડિંગમાં તે માત્ર 382 પોઈન્ટ જ મેળવી શકી હતી.
તેજસ્વીની રહી અસફળ
તેજસ્વીની સાવંત નીલિંગના ખરાબ પ્રદર્શમાંથી બહાર આવવામાં અસફળ રહી. તેણે પ્રોનમાં 394 અને સ્ટેન્ડિંગમાં 376 પોઈન્ટ બનાવ્યા. રશિયન ઓલિમ્પિક સમિતિની યુલિયા જાયકોવા ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં રેકોર્ડ જાળવી રાખતા 1182 પોઈન્ટની સાથે ટોપ પર રહી ક્વોલિફિકેશનમાં ટોપ-8 નિશાનેબાજ ફાઈનલમાં જગ્યા બનાવી છે.
આ પ્લેયરને મળી ફાઈનલની ટિકિટ
યુલિયા જાયકોવાએ ઉપરાંત અમેરિકાની સેગન મૈડાલેના, જર્મનીની જોલિન બીયર, આરઓસીની યુલિયા કરીમોવા, સર્બિયાની એન્ડ્રિયા અર્સોવિક, સ્વિત્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટન, સ્લોનિયાની જીવા ડ્વોર્સાક અને નોર્વેની જેનેટ હેગ ડ્એસ્ટૈડે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ખેલોમાં અત્યાર સુધી ભારત તરફથી માત્ર સંજીવ રાજપૂત અને ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર પુરુષ વર્ગમાં પોતાની ગેમ માટે બચ્યા છે.