ટોક્યોઃ જાપાન ઓલિમ્પિક કમિટી (JOC)ના ઉપપ્રમુખ કોઝો તાશિમાએ મંગળવારે કહ્યું કે, તેમને કોરોના વાયરસ થઈ ગયો છે. મંગળવારે તાશિમાનો કોરોના વાયરસ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓલિમ્પિક કમિટીના ઉપપ્રમુખ કોરોના વાયરસમાં સપડાયા બાદ એકવાર ફરી સવાલ ઉઠવા લાગ્યો છે કે શું જાપાન ઓલિમ્પિકની સુરક્ષિત યજમાની કરી શકશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાશિમાએ એક નિવેદનમાં કહ્યું, 'આજે મારી તપાસનું પરિણામ પોઝિટિવ આવ્યું છે.' તેમણે કહ્યું, 'મને હળવો તાવ હતો. નિમોનિયાના લક્ષણ હતા પરંતુ હવે હું ઠીક છું. હું ડોક્ટરોની સલાહ પર અમલ કરીશ.'


જાપાની અધિકારી વારં-વાર કહી રહ્યાં છે કે જુલાઈ ઓગસ્ટમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર યોજાશે પરંતુ એવી અટકળો છે કે ઓલિમ્પિક રદ્દ થશે અથવા સ્થગિત. 


તાશિમાએ કહ્યું કે, તેઓ 28 ફેબ્રુઆરીથી વ્યાવસાયિક યાત્રા પર હતા અને આ દરમિયાન પહેલાં બેલફાસ્ટ ગયા અને પછી એમ્સટર્ડમ. તેમણે કહ્યું, 'ત્યાં દરેક ગળે મળી રહ્યાં હતા. હાથ મિલાવી રહ્યાં હતા અને ગાલ પર ચુંબન આપી રહ્યાં હતા.' ત્યારબાદ તેઓ અમેરિકા ગયા અને આઠ માર્ચે સ્વદેશ પરત ફર્યા હતા. 


કોરોનાથી જોખમમાં જીવઃ સ્પેનિશ ફુટબોલ ક્લબના 35 ટકા ખેલાડીઓ પોઝિટિવ  


ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ હવે વિશ્વભરમાં પહોંચી ગયો છે. તેના કારણે વિશ્વમાં આશરે 7000 લોકોના મોત થયા છે અને લાખો લોકો તેનાથી પ્રભાવિત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે-સાથે ઘણા દેશો તેને મહામારી જાહેર કરી ચુક્યા છે. 


આ ખતરનાક વાયરસને કારણે વિશ્વભરમાં લગભગ તમામ આયોજન અને ત્યાં સુધી કે તાલીમ કાર્યક્રમ પણ રદ્દ કે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે યોજાનારી ઓલિમ્પિકનું યજમાન જાપાન પણ તેનાથી બાકાત નથી. 


તેવામાં સવાલ ઉઠે છે કે શું જુલાઈ-ઓગસ્ટમાં ટોક્યોમાં ઓલિમ્પિક રમતોનું આયોજન સંભવ થશે? જ્યારે જાપાનની ઓલિમ્પિક કમિટીના ઉપપ્રમુખને પણ આ રોગ થઈ ચુક્યો છે. તેવામાં ટોક્યો ઓલિમ્પિકના આયોજન પર સવાલ વધુ ગંભીર થવાનો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર