કોરોનાથી જોખમમાં જીવઃ સ્પેનિશ ફુટબોલ ક્લબના 35 ટકા ખેલાડીઓ પોઝિટિવ


સ્પેનિશ ફુટબોલ ક્લબ વેલેંસિયાએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેના 35 ટકા ખેલાડી અને સ્ટાફના સભ્ય કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. 
 

કોરોનાથી જોખમમાં જીવઃ સ્પેનિશ ફુટબોલ ક્લબના 35 ટકા ખેલાડીઓ પોઝિટિવ

નવી દિલ્હીઃ સ્પેનિશ ફુટબોલ ક્લબ  વેલેન્સિયાએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેના 35 ટકા ખેલાડી અને સ્ટાફ કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, આ વાયરસ હાલમાં ટીમના મિલાન પ્રવાસથી આવ્યો છે, જ્યાં તે ચેમ્પિયન્સ લીગના અંતિમ-16ની પ્રથમ તબક્કાની મેચમાં અટલાન્ટા સામે રમવા ગયા હતા. એક દિવસ બાદ ઇટાલીના અધિકારીઓએ તેને જોખમભર્યું સ્થાન જાહેર કરી દીધું હતું. 

નિવેદન પ્રમાણે, 'ક્લબે યૂએઈએફ ચેમ્પિયન્સ લીગમાં એટલાન્ટા વિરુદ્ધ 19 ફેબ્રુઆરીએ મિલાનમાં રમાયેલી મેચમાં તમામ સુરક્ષા ઉપાયોગનું પાલન કર્યું, જેમાં ટીમો અને ક્લબના કર્મચારીઓથી દૂર રહેવું પણ સામેલ છે. હાલના પરિણામોથી જાણવા મળ્યું છે કે આ રીતે મેચને કારણે અમારી ટીમની કોરોના વાયરસની તપાસ 35 ટકા સકારાત્મક આવી છે.'

ક્લબે રવિવારે જણાવ્યું કે, તેના પાંચ ખેલાડી કોરોના વાયરસથી પીડિત છે, જેમાં ડિફેન્ડર ઇજ્ક્વેએલ ગૈરે સામેલ છે. સ્પેનમાં મોટી ફુટબોલ લીગોને કોરોના વાયરસના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 

કોરોના વાયરસને કારણે ટળી શકે છે ટી20 વિશ્વકપ? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહી આ વાત

સ્પેનના ફુટબોલ કોચ ફ્રાંસિસ્કો ગાર્સિયા, જેણે મલાગા સ્થિત ક્લબ એટલેટિકો પોટાર્ડા અલ્ટાની યૂથ ટીમ મેનેજર તરીકે કામ કર્યું હતું, તેનું આ બીમારીને કારણે 21 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news