Neeraj Chopra ગોલ્ડ લાવશે તે 2017 માં નક્કી થયું હતું, નીરજની ટ્વીટે ખોલ્યું રહસ્ય
7 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બની ગયો. ભારતે 13 વર્ષ બાદ ઓલમ્પિક (Olympics 2020) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપડા (Neeraj Chopra) એ જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં જીત્યો છે.
નવી દિલ્હી: 7 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક બની ગયો. ભારતે 13 વર્ષ બાદ ઓલમ્પિક (Olympics 2020) માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો. આ ગોલ્ડ મેડલ નીરજ ચોપડા (Neeraj Chopra) એ જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) માં જીત્યો છે. નીરજ પહેલાં 2008 માં અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપડા (Neeraj Chopra) એ આ ઇતિહાસ આજે રચ્યો છે, પરંતુ તે આ કરેશે તે 2017 માં નક્કી હતું. કેવી રીતે નક્કી હતું.
Tokyo Olympics: પાણીપુરી ખાવાના શોખીન છે નીરજ ચોપડા, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો
નીરજ ચોપડા (Neeraj Chopra) એ 15 નવેમ્બર 2017 ને એક ટ્વીટ કર્યું હતું, જે આજે પણ તેમના ટ્વિટર પ્રોફાઇલ પર પિન ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ તેમણે લખ્યું હતું.–
''જ્યારે સફળતાની ઇચ્છા તમને સુવા ન દે
જ્યારે મહેનત સિવાય બીજું કંઇ સારુ ન લાગે
જ્યારે સતત કામ કર્યા બાદ થાક ન લાગે
સમજી લેવું સફળતાનો નવો ઇતિહાસ રચાવવાનો છે''
પુરૂ થયું મિલ્ખા સિંહનું સપનું, નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ 'ફ્લાઇંગ સિખ'ને કર્યો સમર્પિત
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી પાઠવી શુભેચ્છા
નીરજની જીત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું
''નીરજની અભૂતપૂર્વ જીત. તેમના ભાલાએ આજે તમામ વિઘ્નો તોડીને ઇતિહાસ રચી દીધો. પોતાના પ્રથમ ઓલમ્પિકમાં જ તમે દેશના ઓલમ્પિકમાં પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ ગોલ્ડ લઇ આવ્યા. તમારી આ ઉપલલ્બ્ધિ યુવાનોને પ્રેરિત કરશે. આખુ ભારત ખુશ છે.''
Tokyo Olympics: નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિકમાં 13 વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ
13 વર્ષ બાદ મળ્યો ગોલ્ડ
ઓલમ્પિક રમતો (Olympics Games) માં આ ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.
અત્યાર સુધી ભારતના 6 મેડલ
ટોક્યો ઓલમ્પિકમાં ભારત (India) અત્યાર 2 સિલ્વર અને 4 કાંસ્ય સહિત કુલ 6 મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube